૩૫૦ બાળકો સમર કેમ્પમાં જોડાયા; જુડો, કરાટે, યોગા, સ્પીડબોલ, મ્યુઝીક-ડાન્સ, કમ્પ્યુટર વગેરે વર્ગો યોજાયાં: શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું મેડલ આપી સન્માન
હડાળા ગામ પાસે આવેલી અર્પિત ઈન્ટીટયુટ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતુ જેમાં ૩૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમરકેમ્પમાં વિદ્યાર્થીઓને ડીફેન્સ માટે ઝુંડો, કરાટે જેવા કલાસ સાથે યોગાના કલાસ કરાવામાં આવ્યા હતા. ઉપરાંત ૩ડી લેબ, કોમ્પ્યુટર કલાસ, સ્પીડબોલ, આર્ટ એન્ડ ક્રાફટમાં ડ્રોઈંગ, મ્યુઝીક ડાન્સ સાથે આ પ્રવૃત્તિઓ કરાવામાં આવી હતી વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવતો હતો સમર કેમ્પમાં છેલ્લા દિવસે વિદ્યાથર્ક્ષઓને રમત ગમતની સાથોસાથ જ્ઞાન મળે તે રીતે વિદ્યાર્થીઓના માતા પિતા સાથે બાળકોનો આ સમર કેમ્પ યાદગાર બને તે હેતુથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને મેડલ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સાથે આ સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા. સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વાસ્તવમાં ઈન્ટરનેશનલ એજયુકેશન આપવા અમારી સંસ્થા નિર્માણ પામી છે: નરેન્દ્ર સીનોજીયા
અબતક સાથેની વાતચીતમાં નરેન્દ્રભાઈ સોનીજીયા જે અર્પિત ઈન્સ્ટીટયુટનાં મેનેજીંગ ડાયરેકટર છે. તેમને જણાવ્યું હતુ કે અર્પિત ઈન્ટરનેશનલ સ્કુલમાં રીયલમાં ઈન્ટરનેશનલ એજયુકેશન આપવા આ સંસ્થાનું નિર્માણ થયેલું છે. ત્યારે અર્પિત ઈન્સ્ટીટયુટમાં વિદ્યાર્થીઓને ભણતરની સાથોસાથ વિદ્યાર્થીઓને ઈનડોર ગેમની સાથે આઉટ ડોર ગેમ્સ પણ રમાડવા અમારી સ્કુલમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આ સમર કેમ્પમાં સારો એવો સપોર્ટ મળ્યો છે. કેમ્પમાં ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને ડીફેસ માટે ઝુડો, કરાટે જેવા કલાસ કરાવ્યા છે. વિદ્યાર્થીઓને યોગાના કલાસ કરાવ્યા છે.
૩ડી લેબ કોમ્પ્યુટરના કલાસ, સ્પીડ બોલ, આર્ટ એન્ડ ક્રાફટમાં ડ્રોઈંગ, મ્યુઝીક ડાન્સ, સાથે ધણી બધી પ્રવૃત્તિઓ સમર કેમ્પમાં કરાવામાં આવી હતી અને આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને ખૂબજ આનંદ મળ્યો છે. સાથે વિદ્યાર્થીઓનો પ્રતીસાદ મળ્યો છે. તથા વાલી તેમજ વિદ્યાર્થીઓનો ખૂબજ સારો સહયોગ મળ્યો છે. વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહ સાથે આ સમર કેમ્પને માણ્યો હતો. તથા છેલ્લા દિવસે આ સમર કેમ્પમાં બાળકોને તેમજ માતા પિતાને એકઠા કરી સમર કેમ્પમાં ભાગ લીધેલ બાળકોને પ્રોત્સાહીત કરવા માટે વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર અને એક બે ત્રણ નંબર આપી મેડલ આપી પ્રોત્સાહીત કર્યા હતા. સાથે બાળકોને આ સમર કેમ્પ દરમિયાન પોષ્ટીક ભોજન પણ આપવામાં આવ્યું હતુ અને છેલ્લા દિવસ વાલીઓને પણ ભોજન આપવામા આવ્યું હતુ.