ધો ૧ થી ૮ ના ૨૧૫ વિદ્યાર્થીઓ સામે માત્ર બે જ શિક્ષકો થી ચલાવાતુ ગાડુ !!
રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેત્શોવ, સર્વ શિક્ષા અભિયાન જેવા મહત્વ પુર્ણ અભિયાનો બાળકોને મફત શિક્ષણ મળે તેવા હેતુથી ચલાવવામાં આવતા હોયછે પરંતુ હળવદના સરંભડા ગામમાં ધો ૧ થી ૮ના ૨૧૫ જેટલાં વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડાહોવાથી ખુલ્લાં આકાશ નીચે બેસી શીક્ષણ મેળવી રહ્યા છે.તેમાય પાછું ” દાઝ્યા પર ડામ” દેતા હોય તેમ ચાર જેટલા શિક્ષકો તો છે પરંતુ એક સીક્ષક કામગીરીના ફેરફાર મા બાજુના ગામમાં મુકવામાં આવ્યા છે જયારે એક શીક્ષીકા રજાપરછે જેથી હાલમાં આ વિદ્યાર્થીઓ ને માત્ર બે જ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. જેથી ગામનાં વાલીઓએ જણાવેલ કે જો પાંચ દિવસમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા ભરવામાં નહીં આવેતો શાળાની તાળાબંધી કરી ગાંધી ચીનધ્યા માર્ગે આંદોલન કરીશું.
હળવદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળા ઓમાં શીક્ષકોની ઘટ હોવાથી અવારનવાર ગ્રામ્ય વિસ્તારોના લોકો શાળાઓને તાળા બંધી કરી શીક્ષકોની ખાલી રહેલી જગ્યા ભરવા માંગ કરાતી હોય છે ત્યારે હળવદ ના સરંભડા ગામે આવેલ પ્રાથમીક શાળા મા અભ્યાસ કરતાં ધો ૧ થી ૮ના ૨૧૫ જેટલાં વિદ્યાર્થીઓને માત્ર બે શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે.શાળાના કલાસરૂમ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓ શાળાના ગ્રાઉન્ડ માં ખુલ્લા આકાશ નીચે બેસી અભ્યાસ કરી રહ્યા જયારે બાળકો ના ભણતર સાથે બાળકોનુ ભાવિ પર જાણે કે “ઉપર આભ તુટી પડ્યું” હોય તેમ એક તો શાળાના ઓરડાઓ જર્જરીત છે જે ગમે ત્યારે અઘટિત ધટના બનવાના ભય સતાવી રહ્યો છે જયારે બીજી તરફ ૨૧૫ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પુરતાં શિક્ષક નહીં હોવાથી ગામના વાલીઓએ જણાવ્યું હતું કે અમારા ગામમાં ધો ૧ થી ૮ના ૨૧૫ જેટલાં વિદ્યાર્થીઓ માટે માત્ર બે જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે જો પાંચ દિવસમાં શિક્ષકની ઘટ પુરી કરવામાં નહીં આવે તો સરંભડા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવશે અને જ્યાં સુધી શિક્ષકોની ઘટ પુરી ન થાય ત્યાંસુધી શાળાને તાળાબંધી યથાવત રહેશે.
આ અંગે શાળાના ગ્રામ જનોએ જણાવ્યું હતું કે સરંભડાની શાળામાં ચાર શિક્ષકોની નિમણૂંક છે પરંતુ એક શિક્ષકની કામગીરી ફેરફારમા રણછોડગઢ મુંકવામા આવ્યા છે જ્યારે એક શિક્ષક રજા પર હોવાથી હાલ બેજ શિક્ષક અભ્યાસ કરાવી