ડાન્સ, લેગ્વેજ, રોબોટીકસ, ફિલ્મ મેકીંગ, એક્ટિંગ સહિતની સ્કીલ વિદ્યાર્થીઓએ રજૂ કરી
ગ્લોબલ સ્કીલ એકેડમી દ્વારા સમગ્ર રાજકોટમાં કાર્યરત છે. રાજકોટ-સૌરાષ્ટ્રને સ્કીલફુલ બનાવવા ગ્લોબલ સ્કીલ એકેડમીની રૂઆત કરવામાં આવી છે. રાજકોટના ટેલેન્ટેડ લોકો અભિનય અને ફિલ્મ મેકીંગ ક્ષેત્રે કારકીર્દી બનાવી શકે તે માટે પ્રોત્સાહન તેમજ તેમનો ઉત્સાહ વધારવા ગ્લોબલ સ્કીલ એકેડમીએ માસ્ટર સેશનમાં બોલીવુડ, ટેલીવુડ સહિત હોલીવુડના ખ્યાતનામ વ્યકિતઓ પધાર્યા હતા. ગ્લોબલ સ્કીલ એકેડમીનાં ડાન્સ વર્કશોપમાં ખ્યાતનામ ડાન્સર ધર્મેશ ડીની ટીમે સતત ૩ મહિના સુધી તાલીમાર્થીઓને તાલીમ આપી હતી. જે અંતર્ગત ગ્લોબલ સ્કીલ એકેડમીના ફેસ ૧માં તાલીમાર્થીઓ જે શીખ્યા તે હવે ટેલેન્ટના ભાગ રૂપે રાજકોટના સવાણી હોલ ખાતે ગ્લોબલ ઉત્સવમાં રજૂ કર્યા હતા. પોતાની કળા લોકો સમક્ષ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
રાજકોટના લોકો સ્કીલ ફુલ બને એ માટે ગ્લોબલ સ્કીલ એકેડમીનાં ફાઉન્ડર ડીરેકટર ડો. મેહુલ રૂપાણી,શગુન વણઝારા, રોમાંચભાઈ વોરાની દેખરેખમાં અમી વણઝારા અને મોનાઝ વાઢેરના ર્કોડીનેશનમાં સંપૂર્ણ એકેડમી ટીમ મહેતા હેમાંગ, કચ્છી બિલકીસ, શેખ હાઝરા, રાબડીયા પારૂલ, ઘેડીયા અદિત, પરમાર વિશાલ, ચૌહાણ પ્રિયા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.