હરિવંદના કોલેજના ચેરમેન ડો. મહેશભાઈ ચૌહાણે જણાવ્યું હતુ કે જીવનના અગત્યનાપડાવ એટલે કે ધો.૧૨ ની પરીક્ષા આપીને જીવન અને કારકીર્દી ઘડતરની દિશામાં પ્રથમ ઈટ માંડવાની તૈયારીમાં છો ખૂબજ આનંદની વાત છે. કે વિદ્યાર્થીઓએ હાઈસ્કુલનો અભ્યાસ ક્રમ પૂરો કરી લીધો છે. અને કોલેજ જીવનના પ્રવેશ દ્વારા સમક્ષ ઉભા છો. આ દિશામાં વિચારતા આપનું જીવન ૩જા સમય અને બને એવો શુભકામનાઓ ક્ધિતુ જીંદગીની અગત્યની પળે સમજવું જરૂરી છે કે આ સમાજ એ તોસંસાર સાગર છે.
તેને જો શુધ્ધ બુધ્ધિ અને શુધ્ધ વિચારોથી વલોવશો તો તેમાંથી અમૃત અને વિષ બંને મળશે અમૃત લેવા જતાં આપે ઝેરનો પણ સામનો કરવો પડે ત્યારે અવશ્યપણે વિચારજો કે આ જગતરૂપી સાગરમંથન દરમ્યાન પ્રાપ્ત થયેલું વિષ પીવાનું થાય અર્થાત સમાજમાંથી મળતા હકારાત્મક (અમૃત) પ્રતિભાવ અને નકારાત્મક (વિષ) પ્રતિભાવ માટે આપે હરહંમેશ તૈયાર રહેવું જોઈએ. આવા મકકમ નિર્ધારથી આગળ વધનાર ઉન્નતીની રાહ સહજ પ્રાપ્ત કરે છે.વાસ્તવિક જીવનમાં વિદ્યાર્થીઓ સૌ મેરૂ પર્વત સમાન છો. અને સંસાર એ સાગર સમાન છે. અમૃતમંથન કરવા માટે ભગવાન સ્વામિનારાયણ સૌની બુધ્ધિ અને વિચારો શુધ્ધ બનાવે. શુધ્ધ બુધ્ધિ અને વિશુધ્ધ વિચારોથી કરેલુ મંથન જ આપણને અન્યથી જુદી રાહ કંડારી આપશે અને એ રાહે આગળ વધતા આપ સૌ ઉન્નત શિખરો સર કરો એજ ઈશ્ર્વરના ચરણોમાં અભ્યર્થના, તેમ અંતમા ડો. મહેશભાઈ ચૌહાણે જણાવ્યું હતુ.
વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો માટે હરિવંદના કોલેજ દ્વારા હેલ્પલાઈન ચલાવાય છે: ડો. સર્વેશ્વરચૌહાણ
ધો.૧૨ના તમામ પરિણામો જાહેર થયા હરિવંદના પરિવાર દરેક વિદ્યાર્થીઓ તથા વાલીઓને આ સફળતા બદલ અભિનંદન અને શુભેચ્છા કેમ્પસ ડીરેકટર ડો.સરવેશ્વર ચૌહાણે પાઠવી હતી.
એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે હાથ મીલાવી ચાલનારા વિદ્યાર્થીઓ જ આ યુગમાં સફળતા પ્રાપ્ત કરે છે.
શિક્ષણની બદલતી ક્ષિતિજો સાથે હરિવંદના પરિવાર પણ એક અલાયદી શિક્ષણ પધ્ધતિથી કામ કરે છે.
ધો.૧૨ પછી વિદ્યાર્થીઓ પાસે અઢળક શકયતાઓનાં રસ્તાઓ ખૂલે છે. જેમના કેટલાક રસ્તાઓ પર આગળ વધવામાં હરિવંદના પરિવાર આપની મદદ કરી શકશે.
વિજ્ઞાન, વાણીજય, કોમ્પ્યુટર વિગેરે શાખાઓનાં વિવિધ અભ્યાસક્રમો હરિવંદના કોલેજ દ્વારા ચલાવવામાં આવે છે.
તદ ઉપરાંત ધો.૧૨ના પરિણામ બાદ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના સમાધાન માટે હરિવંદના પરિવાર તરફથી એક હેલ્પલાઈન પણ ચલાવવામા આવે છે. આપ ૯૯૭૮૧૫૫૫૫૫ પર ફોન કરી આપે મુંઝવતા પ્રશ્નોના જવાબ મેળવી શકો છો.