વાલીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભર્યું વાતાવરણ ઉભુ કરે: હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બોર્ડના પરીક્ષાઓને આપી શુભેચ્છા.
નચિકેતાના સંચાલક અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે તેમના વાલીઓએ, શિક્ષકોએ અને સમાજે એક એવું વાતાવરણ બાંધી દીધું છે કે ધો.૧૦ કે ૧૨માં જો સારી ટકાવારી નહીં આવે તો જાણે એની જીંદગી જ હરામ થઈ જશે અને એની લાઈફ જ ખરાબ થઈ જશે આવી ખોટી ભ્રામકતા ઉભી કરી દીધી છે એ વાત સાચી છે કે દસમાં બારમાં પછી પછી ઘણી બધી ફેકલ્ટીસ નકકી થતી હોય છે પરંતુ ખરેખર તો ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા પુરી થયા પછી જ જીંદગીની પરીક્ષા શ‚ થાય છે. પરીક્ષામાં પાસ થવુ સો ટકા જ‚રી છે પરંતુ આ જ છેલ્લી પરીક્ષા નથી. જયારે માત્ર એક નાની એવી પરીક્ષામાં ઓછા ટકા આવવાથી કે નાપાસ થવાથી જયારે વિદ્યાર્થી પંખે લટકાય જાય છે ત્યારે ખરેખર એ નામોશી ભરી ઘટના કહેવાય. મારી દ્રષ્ટિએ આ એક આખી સિસ્ટમનું ફેલ્યર છે. ત્યારે આપણે સૌએ માત્ર વિદ્યાર્થીઓમાં એક માત્ર હકારાત્મક અભિગમ કેળવવાની જ‚ર છે કે તુ મહેનત કરે છે એજ મોટી વાત છે.
વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનો મહત્વનો રોલ છે. શિક્ષકનું કામ માળી જેવું છે ત્યારે હાલ શિક્ષણના બાગમાં ઘણા કડિયારા ઘુસી ગયા છે ત્યારે બાળકને જે માવજત કરવાની હોય છે તે મરી જાય છે અને વિદ્યાર્થીને એ વિષયનું ટેન્શન આપી જાય છે. સારો શિક્ષક અતરીયા જેવો હોય છે. ત્યારે હાલ માત્ર માર્કશીટના મહોતા જ નહીં પણ ટેલેન્ટના સરતાજ બનાવે એવા શિક્ષકોનો દુકાળ છે. આથી શિક્ષકે જીવનક્રમને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીને પુસ્તક બહારનું પણ શીખવું જોઈએ.
ઘણી એવી હિન્દી ફિલ્મો આવી કે જેનાથી આજની પેઢીની દ્રષ્ટિ બદલાય ગઈ છે. આજનો યુવાન ભગવાનને નથી માનતો. વિદેશીયો ભારતીય સંસ્કૃતિમાં લીન જોવા મળી રહ્યા છે ત્યારે આપણો કાઠીયાવાડનો જુવાનીયો જીન્સ, નોનવેજ અને ડ્રીન્ક તરફ આગળ વધી રહ્યો છે. બાળકમાં સંસ્કાર ઘડતરનું કામ ઘરનું છે અને સાથોસાથ આસપાસના વાતાવરણમાંથી બાળક ઘણુ બધુ મેળવતો હોય છે. સંસ્કાર આપવામાં કોઈ એક માણસનો રોલ હોતો જ નથી. બાળકને તો ખ્યાલ જ હોતો નથી કે શું સારું ને શું ખરાબ ? ઈન્ટરનેશનલ સ્કૂલોમાં મુકી દેવાથી બાળકો સંસ્કારી બનશે એવું બીલકુલ જ‚રી નથી. ચારેબાજુથી બેલેન્સ મોડમાં જ એનું સાચુ ઘડતર થઈ શકે છે.
ઈન્ટરનેટનો ઉપયોગ વિશે વાત કરતા સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં આજની જનરેશન ત્રણ ચાર કલાક ફેસબુક પર બેસી રહે છે પરંતુ કોઈ જ બુકને ફ્રેસ કરતી નથી. આજની યુવાપેઢી ખુબ જ અપડેટ છે માત્ર આંગળીના ટેરવે દુનિયા લઈને ચાલે છે. દુનિયાના ખૂણે ખૂણાની માહિતી ધરાવે છે એ દ્રષ્ટિએ આ પેઢી ગંભીર નથી આજની પેઢી વાય જનરેશન છે. દરેક વાતમાં એ પ્રશ્ર્નાર્થ ઉભો કરે છે એટલે ઈલેકટ્રીક ગેઝેટનો જો વિવેકપૂર્વક ઉપયોગ કરતા નહીં શકે તો ખૂબ જ ગંભીર પરીણામો આવી શકે છે. સોનાની બોલપેન સંતાનોને આપશો પરંતુ એનાથી શું લખવું એ સમજદારી નહી અપાય તો આવી ભૂલના પરીણામો ખૂબ જ ગંભીર આવશે.
દરેક માતા-પિતાએ પોતાના સંતાનોને પર પુરી શ્રદ્ધા રાખવાની જ‚ર છે અને એને સાચા ખોટાનું ભાન કરાવાની જ‚ર છે. માતા-પિતાએ પોતાના સંતાનોના બેસ્ટફ્રેન્ડ બનવાની જ‚ર છે નહી કે માલિક જીવનમાં પરીક્ષાઓ તો તબકકે તબકકે હોય છે ત્યારે આપણે આપણા ફેલ્યરને પણ ઉજવતા શીખવવું જોઈએ.