‘ગુરૂ’ લાભુભાઈ ત્રિવેદીની ૨૫મી પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ: આજે કરાઓકે ટ્રેક ફીલ્મી ગીત સ્પર્ધા, કાલે ડાન્સ ફીએસ્ટા
શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે અવિરતપણે ભગીરથ પુરુષાર્થ કરનાર મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના આદ્ય સ્થાપક ‘ગુરુ’ લાભુભાઈ ત્રિવેદીની ૨૫મી પૂણ્યતિથિ નિમિત્તે તા.૩૦ ડીસેમ્બર સુધી શ્રધ્ધાંજલી કાર્યક્રમ ‘મેરા ટેલેન્ટ મેરી પહેચાન’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં નાટ્ય સ્પર્ધા યોજાઈ હતી અને લોકો વિદ્યાર્થીઓનું અભિનય કૌશલ્ય જોઈ અભિભૂત થઈ ગયા હતા.
“મેરા ટેલેન્ટ હી મેરી પહેચાન કાર્યક્રમમાં કાલે નાટય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ શાળાઓ અને કોલેજોનાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને પોતાની નાટય કૃતિઓની પ્રતિભા દેખાડી હતી. તેમાં નાટક રજૂ કરનારને ૧ થી ૩ નંબર આપી રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી. જેમાં પ્રાથમિક વિભાગમાં ફસ્ટ રેન્ક સદ્ગુરુ વિદ્યાલયનો, બીજો રેન્ક લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયનો અને ત્રીજો રેન્ક લાલબહાદુર શાસ્ત્રી ઈંગ્લીશ પ્રાઈમરી સ્કુલનો આવ્યો હતો.
જયારે માધ્યમિક નાટય સ્પર્ધામાં ફર્સ્ટ રેન્ક ‘જાગોરે’ થ્રિમ રજૂ કરનારને વિદ્યાર્થીઓનો આવ્યો હતો. તેમાં બીજો રેન્ક ‘એક કદમ સ્વચ્છતા કી ઔર’ થીમ રજૂ કરનાર રમેશભાઈ છાયાના વિદ્યાર્થીઓનો આવ્યો હતો અને ત્રીજો રેન્ક ‘વિવિધતામાં એકતા’ થીમ રજૂ કરનાર કસ્તુરબા માધ્યમિક શાળાનો આવ્યો હતો.
જયારે કોલેજનાં વિદ્યાર્થીઓમાં ફર્સ્ટ રેન્ક ‘બાપુ હમ કરેગે આપકા સપના સાકાર’ થીમ રજૂ કરનાર એમ.જે.કુંડલિયા આર્ટસ કોમર્સ કોલેજનો આવ્યો હતો. બીજો રેન્ક એક કદમ સ્વચ્છતા કી ઔર થીમ રજૂ કરનાર એમ.જે.કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો આવ્યો હતો અને ત્રીજો રેન્ક પણ કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સનો જ આવ્યો હતો.
તેમાં શ્રેષ્ઠ અભિનય કરનારને પણ રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી. જેમાં રમેશભાઈ છાયા સ્કુલના “કીશન નામના વિદ્યાર્થીને શ્રેષ્ઠ અભિનય એવોર્ડ આપવામાં આવ્યો હતો. જયારે કોલેજમાં એમ.જે.કુંડલિયા કોલેજના વિદ્યાર્થી “રાહુલ નામના વિદ્યાર્થી કે જેણે “રોબોટનું ખુબ સરસ પાત્ર ભજવ્યું હતું. તેને શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેરા ટેલેન્ટ મેરી પહેચાનમાં વિદ્યાથર્ક્ષઓ આજે કરાઓ કે ટ્રેક ફિલ્મી ગીત સ્પર્ધામાં ભાગ લેશે. શુક્રવારે ડાન્સ ફીએસ્ટા અને શનિવારે વિશિષ્ટ ટેલેન્ટ કાર્યક્રમમાં યોજાશે. તે ઉપરાંત ૩૦ તારીખ સુધી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.