• લાલ બહાદુર શાસ્ત્રી છાત્રાલય અને શિક્ષણ સમિતિની 10 શાળાઓએ કરી કારગીલ દિવસની ઉજવણી

રાજકોટના રેસકોર્સમાં આવેલ  બાલભવન હોલ ખાતે  લાલ બહાદુર શાસ્ત્રી છાત્રાલયની વિદ્યાર્થીનીઓ અને મહાનગરપાલિકાની 10 શાળાઓની વિદ્યાર્થીનીઓએ કારગીલ વિજય દિવસની ઉજવણી કરી હતી.આ ઉજવણીના ભાગરૂપે 1111 રાખડી અને પત્ર સરહદ પર જવાનોને મોકલવામાં આવ્યા હતા. છેલ્લા સાત વર્ષથી વિદ્યાર્થીનીઓ દ્વારા કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આ ઉજવણીમાં કારગિલ યુદ્ધના સાક્ષી એવા આર્મી જવાન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના ટ્રસ્ટીઓ અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉજવણીમાં જવાનોને પત્ર લખી અને રાખડી મોકલવાનો વિદ્યાર્થીનીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. દેશના વીર જવાનોને પત્ર અને રાખડી મોકલવાનો વિદ્યાર્થીઓ માટે અનેરો અવસર હતો.

  • રક્ષા સુત્ર કાર્યમાં 10 શાળાઓનો મળ્યો સહયોગ: આચાર્ય ભરતસિંહ પરમાર

‘અબતક’ સાથેની વાતચીતમાં લાલ બહાદુર ક્ધયા વિદ્યાલયના આચાર્યએ જણાવ્યું હતું કે, કારગીલ વિજય દિવસને રપ વર્ષ પૂર્ણ થતા શાળા દ્વારા દેશની રક્ષા કરતાં વીર જવાનો માટે રાખડી બનાવી મોકલી હતી. વિદ્યાર્થીનીઓએ પોતાના હાથે રાખડી બનાવી સૈનિક ભાઇઓની સલામતી માટે બહેનોએ એક પત્ર પણ લખ્યો હતો. આ સાથે આ ભગીરથ કાર્યમાં કોર્પોરેશનની 10 શાળા દ્વારા 300 રાખડીનો સહયોગ મળ્યો હતો. ગુજરાતથી માંડી અરૂણા ચલ સુધીના તમામ સૈનિક ભાઇઓનો રાખડી પહોચાડવામાં આવે તે માટે મનન ભટ્ટ, ગીરીશ પરમાર, ડીપીઓ સહિતના આગેવાનોએ સહયોગ આપી કાર્યને પાર પાડયું છે.

  • અમે અમારા હાથે-જાતે  1111 રાખડી બનાવી: પલક

‘અબતક’ સાથેની વાતચીતમાં લાલ બહાદુર ક્ધયા વિદ્યાલયની વિદ્યાર્થી પલકએ જણાવ્યું હતું કે, 7 વર્ષથી અમે સૈનિક ભાઇઓ માટે રાખડી મોકલવાી છીએ. આ વર્ષે પણ કારગીલ વિજય દિવસ નીમીતે સૈનિક ભાઇઓની રક્ષા કાજે 1111 રાખડીઓ મોકલી છે. જેથી તેઓને પણ પ્રેમ, હુંફની લાગણી મળી શકે, એમને પરિવારની યાદ ન આવે એ માટે અમે અને અમારી શાળા હંમેશા તત્પર રહી છે.

  • અમે અમારી લાગણી વ્યકત કરવા સૈનિક ભાઇઓને પત્ર પણ લખ્યા: શીફા

‘અબતક’ સાથેની વાતચીતમાં લાલ બહાદુર ક્ધયા વિદ્યાલયની વિદ્યાર્થીની શિફાએ જણાવ્યું હતું કે, કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરુપે 1111 રાખડી સૈનિક ભાઇઓને મોકલાવી હતી. આ ઉ5રાંત કારગીલ યુઘ્ધમાં જોડાયેલ યૌઘ્ધાઓ કેવી રીતે વિજય મેળવ્યો તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા એક પત્ર  લખી અમે સૌ વિદ્યાર્થી બહેનોએ અમારી લાગણી વ્યકત કરી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.