: સૌરાષ્ટ્ર યુનિવસીટી કેમ્પસ નજીક કાર્યરત એવી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પીવાના પાણીની સમસ્યાને લઇ ૮ વાગ્યાથી છોકરીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. ૧૦ માળના બીલ્ડીંગમાં પાંચમાં માળ સુધી પાણી ન પહોંચતા હોવાના કારણે વિઘાર્થીનીઓને નીચે આવીને પાણી ભરવું પડતું હોવાથી આ સમસ્યાના તાત્કાલીકા નિવારણ માટે ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિઘાર્થીનીઓનું કહેવું હતું કે છેલ્લા ર દિવસથી લીફટ પણ બંધ છે. જમવામાં પણ કોઇ જાતનું ઘ્યાન નથી દેવાતું ખાસજમીને આવું પડે છે. વિઘાર્થીનીઓ ખુબ ઉશ્કેરાઇ ગઇ હતી હોસ્ટેલ નજીક ધરણા શરુ કરીને કલેકટરને જાણ કરવામાં આવતા તાકીદે મામલતદાર ત્યાં દોડી આવ્યા હતા. તેઓએ તાત્કાલીક તમામ માળ ઉપર પાણી ચાલુ કરી દેવાની સુચના આપી હતી અને રસોઇની ગુણવતા બે દિવસમાં સુધારો ન થાય તો કોન્ટ્રાકટર બદલી નાખવાની જાણ કરી હતી.
સમરસ હોસ્ટેલમાં પાણી પ્રશ્ર્ને વિઘાર્થીના ધરણાં
Previous Articleરાજ્ય સરકાર થેલેસેમિયાના દર્દીઓનું નિ:શુલ્ક નિદાન અને સારવાર કરશે: મુખ્યમંત્રી રૂપાણી
Next Article મન મજબૂત હોય તો હિમાલયને હલાવી શકાય