સેમેસ્ટર-૨ અને ૪ માં ૫૦% ગુણ આંતરિક મુલ્યાંકન અને ૫૦% ગુણ આગલા સેમેસ્ટરના આધારે માર્કસ કેરીફોરવર્ડ કરવામાં આવશે
યુ.જી.સી. અને રાજય સરકારના શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓનું આયોજન કરાશે
યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા અંગે માન. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા વિદ્યાર્થીલક્ષી નિર્ણય કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને સ્ટ્રેસ ન આવે એ માટે રાજય સરકાર દ્વારા માત્ર ટર્મિનલ પરીક્ષા (સેમેસ્ટર-૬) લેવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે. સાથે સાથે સેમેસ્ટર- ૨ અને ૪ માં ૫૦% ગુણ આંતરીક મુલ્યાંકન અને ૫૦% ગુણ આગલા સેમેસ્ટરના આધારે માર્કસ કેરીફોરવર્ડ કરવામાં આવશે એવો મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે. રાજય સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના આ વિદ્યાર્થીલક્ષી નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ અન્ય યુનિવર્સિટીઓની સરખામણીમાં સૌ પહેલાં સેમેસ્ટર-૬ ની પરીક્ષાઓ લીધેલ છે અને આ પરીક્ષાઓનું પરિણામ આગામી ૩૦ મે પહેલા આપવામાં આવશે. માન. ઉપલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુ.જી.સી. અને રાજય સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન મુજબ પરીક્ષાઓનું આયોજન કરાશે. પરીક્ષા દરમિયાન માસ્ક, સોશિયલ ડીસટન્સ, સેનીટાઈઝર અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગેની પૂરતી કાળજી લેવામાં આવશે.