“એન્હાસીગ ધ લાઈફ ઓફ ટ્રાન્સફોર્મર થ્રુ સ્માર્ટ ઈનબીલ્ટ મોડયુલ ફોર ઈન્સીપીયન્ટ ફોલ્ટ ડીટેકશન યુઝીંગ ગેસ એનલાઈઝર” પ્રોજેકટ અંતર્ગત વિદ્યાર્થી અને ટીમ લીડરે લીધી ‘અબતક’ની મુલાકાત
દિવસે-દિવસે વધી રહેલી શોર્ટ સક્રિટ અને આગની દુર્ઘટનાઓને પગલે આગ લાગતાની સાથે જ જાણ થઈ જાય તેવા સેન્સર વાળા ટ્રાન્સફોર્મર તૈયાર કરાયા છે. વી.વી.પી. એન્જિનિયરીંગ કોલેજના ઈલેકટ્રીકલ વિભાગના ફાઈનલ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશિષ્ટ ટ્રાન્સફોર્મર તૈયાર કરાયા છે.
ર્સ્ટાઅપ અને ઈનોવેશને વેગ મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા “સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસી” (એસએસઆઈપી) અંતર્ગત વિદ્યાર્થીને સહાય આપવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીમાં રહેલ આંતરિક શક્તિનો વિકાસ થાય અને દર વર્ષે વિદ્યાર્થીઓને પોતાના નોંધપાત્ર દેખાવ બદલ એવોર્ડથી નવાજવામાં આવે છે.
આ તકે વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક ‘અબતક’ની મુલાકાત લીધી. આવી જ સિદ્ધિ વી.વી.પી. કોલેજના ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ વિભાગના ફાઈનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ સૌરભ સોમલ, વિનીત પારેખ, દર્શક દઢાણીયા, નિરવ રાયકુંડલીયા અને નિકુંજ ટીલાળા દ્વારા પ્રાપ્ત કરેલ છે. આ તમામ વિદ્યાર્થીઓએ વિભાગીય વડા ડો.ચિરાગ વિભાકરના પ્રોત્સાહન અને ડો.અલ્પેશ આદેશરાના માર્ગદર્શન નીચે “એન્હાન્સીગ ધ લાઈફ ઓફ ટ્રાન્સફોર્મર થ્રુ સ્માર્ટ ઈનબીલ્ટ મોડયુલ ફોર ઈન્સીપીયન્ટ ફોલ્ટ ડીટેકશન યુઝીગ ગેસ એનલાઈઝર” નામનો પ્રોજેકટ બનાવેલ.
આ પ્રોજેકટ વિશે માહિતી આપતા પ્રોજેકટના ગાઈડ ડો.અલ્પેશ આદેશરાએ જણાવેલ કે, સામાન્ય સ્થિતિમાં જ્યારે ટ્રાન્સફોર્મરમાંથી પાવર પસાર થાય છે ત્યારે તેમાં રહેલ ઓઈલ ગરમ થાય છે અને બહુ જ થોડા પ્રમાણમાં વિવિધ ગેસ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે કોઈ ફોલ્ટ આવે છે ત્યારે ટ્રાન્સફોર્મરમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં વીજપ્રવાહ વહે છે અને ફોલ્ટના પ્રકાર પ્રમાણે આ ગેસનો જથ્થો પણ વધે છે. માટે આ ગેસને માપવા માટે ટ્રાન્સફોર્મરની અંદર જ વિવિધ પ્રકારના ગેસ સેન્સર મુકેલ છે. જે સેન્સ કરીને પરત જ ચેતવણી આપે છે અને ટ્રાન્સફોર્મરને સર્કિટમાંથી દૂર કરે છે અને ટ્રાન્સફોર્મરની લાઈફ બચાવી શકાય છે. સમગ્ર પ્રક્રિયાનો કંટ્રોલ આરડયુનો કંટ્રોલ દ્વારા થાય છે.
આ પ્રોજેકટને પોતાના નોંધપાત્ર દેખાવ માટે “સ્ટુડન્ટ ઈનોવેશન સ્ટાર્ટઅપ એન્ડ ઈકોસિસ્ટમ” પર યોજાયેલ એસએસઆઈપી એન્યુઅલ કોન્ફરન્સમાં “સ્ટુડન્ટ/યંગ ઈનોવેટર્સ” શ્રેણી અંતર્ગત એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા, ગાંધીનગર ખાતે “એસએસઆઈપી પ્રશંષા એવોર્ડ-2019” મળેલ છે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અંજુ શર્મા (આઈએએસ), હાયર અને ટેકનીકલ એજયુકેશનના પ્રિન્સીપાલ સેક્રેટરી અવંતિકા સિંઘ (ટેકનીકલ એજયુકેશનના ડાયરેકટર) અને એઆઈસીટીઈના ચેરમેનની હાજરીમાં પ્રાપ્ત કરીને ઈલેકટ્રીકલ ઈજનેરી વિભાગના વિદ્યાર્થીઓએ પોતાના વિભાગ તેમજ કોલેજનું ગૌરવ વધારેલ છે.
આ એવોર્ડ અંતર્ગત વિદ્યાર્થીઓએ સર્ટીફીકેટ ઉપરાંત રૂા.30,000નું કેશ પ્રાઈઝ મેળવેલ છે. ઉપરાંત એસએસઆઈપી દ્વારા પ્રોજેકટ બનાવવા માટે રૂા.9000ની ગ્રાન્ટ મળેલ છે.