સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા ખાતે સુન્ની મુસ્લિમ સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વાર નગર પાલિકા ટાઉન હોલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાઈ ગયો. મુસ્લિમ સિપાઈ સમાજ ના ધોરણ ૮ થી કોલેજ તથા ઉચ્ચ અભ્યાસ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ માટે નો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ૬૦ થી વધુ વિદ્યાર્થીઓને આવેલ મહેમાનો ના હસ્તે ટ્રોફી,મેડલ,સર્ટીફિકેટ અને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનવામાં આવ્યા હતા. આ તકે નેશનલ ટેબલ ટેનિસ કોચ રમીઝભાઈ સુમરા નું પણ મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ઓલ ગુજરાત સુન્ની મુસ્લિમ સિપાઈ સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ જનાબ ડો.અવેશ એ. ચૌહાણ(પોરબંદર) ની હાજરી માં યોજાયો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને ડો. અવેશ એ.ચૌહાણ દ્વારા સ્કોલરશીપ અને શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટાઉનહોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માં ધ્રાંગધ્રા નગર પાલિકા પ્રમુખ ધીરુભા પઢીયાર, ધ્રાંગધ્રા સિપાઈ જમાત ના પ્રમુખ શમસેરભાઈ બેલીમ તથા નગર પાલિકા કોર્પોરેટર રફીકભાઈ ચૌહાણ તેમજ ગુજરાત સિપાઈ સમાજ ટ્રસ્ટ ના ઉપ પ્રમુખ મોહસીનખાન ડી.પઠાણ(ચોટીલા) અને ગુલાબભાઈ બી.મકવાણા (વકીલ)-સુરેન્દ્રનગર અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ સમાજ મા શિક્ષણ નું સ્તર ઊંચુ આવે અને વધુ મા વધુ લોકો શિક્ષણ તરફ આગળ વધે એવો હતો. સવારે ૧૦ વાગ્યે શરૂ થયેલ આ કાર્યક્રમ માં સિપાઈ સમાજ ના ૫૦૦ થી ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ ટ્રસ્ટી મંડળ તેમજ ઇદ્રિશભાઈ બેલીમ,વસિમભાઈ મીરા, આરીફ સૈયદ, સોયબ મિઝા, રિઝવાનભાઈ સિપાઈ, મુઝાઈદ નાગોરી તેમજ તમામ ગ્રુપ અને કારોબારી સમિતિ એ ભારે જેહમત ઉઠાવી હતી.