પ્લેટીનમ જયુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત રવિવારે ક્વિઝ કોમ્પિટીશનનું આયોજન:જેથી વિઘાર્થીઓમાં સ્પર્ધાત્મક સામાન્ય જ્ઞાન વધે
રોટરી કલબ ઓફ રાજકોટની સ્થાપતના ૧૯૩૮માં થયેલ હતી. રોટરી એક સામાજીક સંસ્થા છે. આ સંસ્થાએ સામાજીક જવાબદારી નિભાવતા ઘણા બધા સમાજ ઉપયોગ પ્રોજેકટ જેવા કે શ્રીમતિ સરલા કામદાર રોટરી પાર્ક (ન્યારી ડેમ) કલર ડોપ્લર મશીન (બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ) મેમોગ્રાફી મશીન (કેન્સર હોસ્પિટલ) ફેકો મશીન (જલારામ હોસ્પિટલ) જેવાનું દાન કરે છે. આ ઉપરાંત ઓર્ગેનીક ફાર્મીગ, નાની અમરેલી દૂધ મંડળી, ભૂકંપ પીડીત ૧૦ સ્કુલોની જાળવણી, રેસકોર્ષ ખાતે રોટરી કલોક જેવા અન્ય ઘણા બધા લોક ઉપયોગ પ્રોજેકટ હાથ ધરેલ છે.આવી જ એક જવાબદારી રૂપે વર્ષ ૨૦૧૩ માં કલબના ૭૫ (પ્લેટીનમ જયુબીલી) વર્ષની ઉજવણીના ભાગરુપે એક કવીઝ કોમ્પીટીશનનું આયોજન કરેલ . જેનો હેતુ વિઘાર્થીઓમાં સ્પર્ધાત્મક સામાન્ય જ્ઞાન વધે, આ બેટલ ઓફ માઇન્ડ નામની સ્પર્ધામાં વિઘાર્થીઓની ‚ચિ પણ ભવ્ય આયોજન, રવિવાર તા. ૨૬ નવેમ્બર ના સવારે ૯ કલાકે વાગ્યાથી સી.એ.ભવન, ગીરીરાજનગર મેઇન રોડ, રૈયા ચોકડી પાસે રાજકોટ ખાતે કરેલ છે. આ વર્ષ બેટલ ઓફ માઇન્ડ ના કવીઝ માસ્ટર વિનય મુદલીયારને ખાસ બેગલુરુથી આમંત્રિત કરેલ છે. કે જેમણે દેશની નામાંકિત સંસ્થાઓ જેવી કે આઇ.એમ.ટી. નાગપુર ટાઇમ્સ ઓફ ઇન્ડીયા તથા ડેકકન હેરાલ્ડમાં આવી સ્પર્ધાઓનું સફળ સંચાલન કરેલ છે.આ સ્પર્ધાના પ્રથમ વિજેતાનને સ્વ. સૂર્યકાન્ત કોઠારી મેમોરીયલ ટ્રોફી, ગોલ્ડ મેડલ તથા રોકડ પુરસ્કાર આપવમાં આવશે. ઉપરાંત ૧ તથા ર અપને અનુક્રમે સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ તથા રોકડ પુરસ્કાર આપવામાં અવશે.આ સ્પર્ધામાં દર વર્ષે કુલ ૨૮ જેટલી સ્કુલો ભાગ લેતી હોય છે પરંતુ આ વર્ષે ટારગેટ ૩પ સ્કુલોનો રખાયો છે. એક સ્કુલની ધો. ૯, ૧૦,૧૧ અને ૧રના વિર્થીઓની ત્રણ સભ્યોની એક ટીમ ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક વિઘાર્થી તથા સ્કુલ તાત્કાલીક પ્રોજેકટ એમ પર્સન હરેશ વોરા (મો. ૯૮૨૫૨ ૧૭૯૧૧) સકીનાબેન ભારમલ (મો. ૯૯૦૯૯ ૯૮૦૫૫) અથવા પ્રેસીડન્ટ ચંદ્રેશભાઇ મનવાણી (મો. ૯૩૭૫૫ ૬૯૭૬૦) નો સંપર્ક કરવો આ તકે હરેશ વોરા અને ચંદ્રેશભાઇએ અબતક મીડીયા હાઉસ્ની મુલાકાત લીધી હતી.