વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે અભ્યાસ ખુબજ જરૂરી છે. આજે સમગ્ર ભારતમાં દીકરીઓને દરેક ક્ષેત્રે મહત્વ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. પણ હજુ ઘણાખરા એવ લોકો છે કે જેના કારણે મહિલાઓ , દીકરીઓના ભવિષ્યમાં અવરોધ ઊભા થાય છે ત્યારે આવી જ એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે જ્યાં શિક્ષક વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરતા ઝડપાયો છે.

મળતી માહિતી મુજબ આ ઘટના જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના અમરાપુરની છે જ્યાં સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષકે 17 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા. લંપટ ગિરીશ લાડણી નામના શિક્ષકે ધોરણ ત્રણ થી આઠ ની બાળાઓને પોતાની માનસિક વિકૃતિ સંતોષવા માટે શારીરિક અડપલાઓ કરતા હોવાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે

દીકરીઓએ વર્ણવી વેદના

અમરાપુર પે સેન્ટરની ધોરણ ૮ની વિદ્યાર્થીનીએ પોતાની વેદના વર્ણવતા જણાવ્યું હતું કે લાડાણી  સાહેબ ન હોય જગ્યાએ છોકરીઓને ટચ કરે અને મોટા ધોરણની વિદ્યાર્થીનીઓને પણ કોઈને કોઈ બહાને બોલાવીને ટચ કરે છે. પહેલા પણ ફરિયાદ કરતા તેમના દ્વારા કહેવાયું હતું કે અમે વહાલ કરીએ છીએ. વિદ્યાર્થીનીએ વધુમાં જણાવ્યું હતું કે અમારા પિતા પણ અમને આવો વહાલ નઈ કરતા. ત્યારે વિદ્યાર્થીનીઓએ ન્યાયની માંગણી કરી હતી.

વાલીઓએ મચાવ્યો હોબાળો

Screenshot 10 3

જ્યારે પ્રાર્થના ચાલુ હતી ત્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા અને વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ લંપટ માનસિક વિકૃત શિક્ષક ગિરીશ લાડાણી સામે અડપલા કરતા હોવાની ફરિયાદ લઈને વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને વાલીઓનો રોષ જોઈને લપટ ગિરીશ લાખણી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે અમરાપુર પે.સેન્ટરના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી હતી.

Screenshot 9 4

અમરાપુર ગામના સરપંચ અને આગેવાનો અને 17 જેટલી વિદ્યાર્થીઓને કાફલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સમગ્ર ઘટના અંગે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કલંકિત આ ઘટનાથી માળીયાહાટીના તાલુકામાં હડકંપ મચી ગયો છે અને આ લંપટ શિક્ષક સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.