મન હોય તો માળવે જવાય
ગુડ ગર્વનન્સથી પડતર પડેલા કામોનો નિકાલ સહેલાઇથી થઇ શકે છે: ફ્રન્ટલાઇન કર્મચારીઓ, રહેવાસીઓના પ્રશ્ર્નોનો નિકાલ પણ ત્વરીત કરી શકાય તે માટે નગરપાલિકા સજજ
પોતાનો ‘આત્મ વિશ્ર્વાસ’ અને ‘મનોબળ’ દરેક કસોટીમાંથી પાર ઉતારે છે
વૈશ્ર્વિક મહામારીના સમયમાં રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાના પ હજાર જેટલા ફ્રન્ટલાઇન કર્મચારીઓનું બે વખત હેલ્થ ચેકઅપ યોજાયું
દેશના ઉદ્યાન માટે હરહંમેશ મહિલાઓએ અહેમ ફાળો આપ્યો છે. જેને લઇ દેશનો વિકાસ પણ પૂર ઝડપે આગળ વઘ્યો છે. બીજી તરફ દેશ સેવામાં હવે મહિલાઓ પણ આગળ વધી રહી છે. અને આગળ આવી રહી છે. હાલ વિશ્ર્વમાં જ મહામારી જોવા મળી છે. તેમાં પણ દેશને કોઇ તકલીફનો સામનો ન કરવા પડે તે હેતુસર મહિલાઓ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ પગલાઓ પણ લેવામાં આવ્યા છે. ભારત દેશનાં નાણામંત્રી પણ મહિલા હોવાથી મહિલાઓનું મહત્વ પણ અનેરહ્યુંછે.
આ તકે રાજકોટ નગરપાલિકાના રીજયોનલ કમીશનર સ્તુતી ચારણ કે જેવો આઇ.એ.એસ. અધિકારી છે તેમની સાથે ‘અબતક’એ વિશેષ વાતચીત કરી હતી. જેમાં તેઓએ તેમના અંગત સનસ્મણોને પણ વાગાળ્યા હતા.
સ્તુતી ચારણે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, તેમના પરિવારમાં મોટાભાગના સભ્યો રાજસ્થાન કેડરમાં આઇએએસ, આઇપીએસ તરીકે જોડાવા છે. જેથી નાનપણ થી જ તેઓને આઇએએસ, આઇપીએસ બનવાનો શોખ હતો, કારણ કે આજ એવા ક્ષેત્રો જે જેમાં ઘણું કાર્ય કરી શકાય છે. અને લોકો માટે કામ કરવા માટેનું આ ક્ષેત્ર અતિ ઉત્તમ છે. શિક્ષણમાં બાયો ટેકનોલોજીમાં અભ્યાસ પૂર્ણ કરી એમ.બી.એ. પૂર્ણ કર્યુ હતું. જેમાં માર્કેટીંગ અને એચ.આર. ફીલ્ડનો ઉમેરો કર્યા હતો. ત્યારબાદ યુ.પી.એસ.ઇ. માટે જે જરૂરીયાત મુજબના જે વિષયોની પસંદગી કરવામાં આવે તે કરાઇ હતી. ૨૦૧૦માં આઇ.એ.એસ. માટે પહેલો પ્રયત્ન કર્યો હતો. જેમાં મને નિષ્ફળતા સાપડી હત. પરંતુ હિંમત હાર્યા વગર સતત પ્રયાસકર્તા ૩જા પ્રયત્ને મને સફળતા મળી હતી. અને ઓલ ઇન્ડિયામાં ૩જો ક્રમાંક પ્રાપ્ત કયાર્સ હતો. આ ૩જા વર્ષના સમયગાળા દરમિયાન માતા-પિતા, પરિવાર અને મિત્રોનો ખુબ સારો સહકાર મળ્યો હતો. નિષ્ફળતામાં ધીરજ કેવી રીતે રાખી શકાય તે માટે પણ પરિવારે મને ખુબ હિંમત આપી હતી જેનું આજે પરિણામ હું ભોગી રહી છું. કોઇપણ કાર્યમાં નિપૂર્ણ થવા અથવા તો તેમા સફળતા પ્રાપ્ત કરવા તેમાં આત્મબળની જરૂર પડે છે.
આઇ.એસ.એસ. બનવા પૂર્ણ વ્યકિત તરીકે મારૂ જીવન ખુબ સહજ હતું. જેમાંઆઇ.એ.એસ. પૂર્વપણ બેંકમાં કાર્ય કરી પોતાની જાતને પુરવાર સાબીત કરી હતી. ત્યારબાદ આઇ.એ.એસ. બન્યા બાનદ પણ જીવન ખુબ જ સહજતાથી જીવવામાં આવે છે, પરંતુ હવે દેશહિત અને લોકોની સેવા વધુને વધુ કેવી રીતે થઇ શકે તે જ દિશામાં હાલ વિચાર અને તેની અમલવારી કરવામાં આવે છે.
નાનપણથી જ આઇ.એ.એસ. બનવાનું ઘ્યેય નકિક કરી લીધો હતો. અને તેના પર જ હરહંમેશ કામ કર્યુ હતું. હાલના સમયમાં ઘણા ખરા લોકો સીવીલ સર્વિસની પરીક્ષા દેવા માટે મહેનત કરતા હોય છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓનું સ્વપ્ન રોળાઇ જતું પણ હોય છે. આ સમયે જો વિદ્યાર્થીઓ અને દેશના નવયુવાનો પ્લાન-બી બનાવે તો તેઓને ઘણો સપોટ આર્થિક અને સામાજીક રીતે મળી જતો હોય છે. પરિવારના સભ્યો મુખ્યત્વે આઇ.એ.એસ. હોવાથી તેઓને પણ આઇ.એ.એસ. બનવા તરફનું સ્વપ્ન દ્રઢ બન્યું હતું. બીજી તરફ આઇ.એ.એસ. એક માત્ર એવી રેન્ક છે કે જેમાં વૈવિઘ્યતા ઘણી જોવા મળે છે. આઇ.એ.એસ. એક માત્ર એવી સર્વિસ છે કે જેમાં વિવિધ વિભાગો અને ડિપાર્ટમેન્ટમાં કામ કરવાની તક મળે છે ત્થા બીજી તરફ લોકોની સેવા કરવાનો પણ અનેરો અવસર પ્રાપ્ત થાય છે. જીવન ચેલેન્જોથી જ ભરેલું છે. આઇ.એ.એસ. પરીક્ષામાં બે વર્ષ નિષ્ફળતા જે મળી તેનાથી લોકો પણ કહેતા હતા કે, બીજા કોઇ ક્ષેત્રે કામ કરવું જોઇએ, પરંતુ હાલના સમયમાં લોકોને થોડી એવી પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તો તે હરહરી જતા હોય છે. પરંતુ અધિકારી તરીકે પણ ઘણા ખરા એવા પ્રશ્ર્નો સામે આવતા હોય કે જે અત્યંત પડકાર જનક હોય છે. આ સમયમાં તમારો આત્મ વિશ્ર્વાસ અને તમારું આત્મબળ તમને દરેક કસોટીમાંથી પાર કરે છે. કોરોનાની વૈશ્ર્વિક મહામારીએ પણ ભારતને બક્ષ્યુ નથી, ત્યારે રાજકોટ ઝોનની છ નગરપાલિકાનો પદભાર સંભાવ્યો હોવાથી રાજકોટ, મોરબી કચ્છ, પોરબંદર, જામનગર અને દેવ ભુમિ દ્વારકાના કોરોના સંક્રમીત લોકોને કેવી રીતે બચાવવા તે હરહંમેશ પ્રયાસ રહ્યો છે. હાલના આ મહામારીના ફોન સતત ચાલુ રહે છે. અને નગરપાલિકાના જે કર્મચારીઓ જે ખંતથી કામ કરે છે તેનો શ્રેય ખરા અર્થમાં તેઓના શીરે જાય છે. ૩૦ નગરપાલિકા હોવાના કારણે તેમના તમામ સી.ઇ.ઓ. સાથે રેગ્યુલર ચર્ચામાં રહેવું પડતું હોય છે. અને તેઓને ગાઇડનસ આપવું પડતું હોય છે. નગરપાલિકાના ફન્ટ લાઇન કર્મચારીઓ જેવા કે સેનીટાઇઝર કરનાર કર્મચારીઓ માટે એક વિશેષ કેમ્પ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. પ૦૦૦ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ રાજકોટ ઝોન દ્વારા કરવામાં આવ્યું હતું. જે અનય કોઇ ઝોનમાં થયેલ ન હતું. અને આ તમામ કર્મચારીઓનું ચેકઅપ બીજી વખત પણ કરવામાં આવ્યું હતું. જેથી તેઓ સંક્રમિત ન થાય, કોરોનામાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર વ્યકિતઓ સામે પણ દંડ વસુવવામાં આવ્યો હતો. જેનાથી ૬ લાખ રૂપિયાની નજીવી આવક પણ થવા પામી હતી.સુપર સ્પેડર જેવા કે શાકભાજીવાળા અને દૂધનું વેચાણ કરનારાઓ માટે પણ નગરપાલિકાએ હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા હતા.
આઇ.એ.એસ. અધિકારી તરીકે ફિલ્ડમાં પણ જવું પડતું હોઇ છે. સાથો સાથ ઘણી વખત રાત્રે પણ કામ માટે જવાનું હોઇ છે, ત્યારે હું ખુદને ભાગ્યશાળી ગણું છું. કારણ કે મારા પરિવારજનો મને ખુબ જ સહકાર આપે છે મારો નાના દીકરા પણ છે ત્યારે કામની વ્યસ્તતામાં મારા પરિવારજનો હંમેશા મારા સપોર્ટમાં રહે છે. એવી જ રીતે હું મારી રૂચીઓ માટે પણ સમય કાઢું છું. મને કવિતા ઝીંગલ અને જાહેરાત ડીઝાઇનીંગનો પણ શોખ છે, જે માટે પણ હું સમય કાઢી લઉ છું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મારૂ સ્વપ્ન છે કે ભવિષ્યમાં એક આઇ.એ.એસ. અધિકારી તરીકે મને જે પણ જવાબદારી સોપાઇ તેમાં હું પુરે પુરો સહયોગ આપી શકું અને આવનારા સમયમાં પણ દેશહીતની સાથોસાથ લોકહીતની કામગીરી કરી મારી કામગીરીનું જ ઉદાહરણ પુરુ પાડી શકું, જીવનમાં ઉતાર-ચઢાવ તો આવ્યા જ રાખે જે એક જીવનનો ભાગ છે, પરંતુ ભગવાને ખુબ સુંદર જીવન આપ્યું છે. ત્યારે ઉતાર-ચઢાવની સામે દ્રઢ બનીને સંઘર્ષ કરવો એક સાચી સફળતા છે. ર૧મી સદીમાં લોકો નાની અમથી નિષ્ફળતાનો સામનો કરવાની રાહનશકિત ઓછી ધરાવે છે.
તે કારણે જ પહેલા કરતા આપઘાત, તણાવ, માનસિક અસ્થિરતાના ઘણા કેસો વધી રહ્યા છે. ત્યારે લોકો પોતાના પર આત્મવિશ્ર્વાસ રાખી સંઘર્ષ કરવો જોઇએ. સંઘર્ષને પણ એક તક તરીકે જોવી જોઇએ. સફળતાનો કોઇ જ શોર્ટકટ કે વિકલ્પ નથી. સંઘર્ષ કરીને જ સફળતા સુધી પહોંચી શકાય છે. બે વખત નિષ્ફળતા મળ્યા બાદ મને પણ ડિપ્રેશન આવ્યું હતું. પરંતુ મે આત્મવિશ્ર્વાસ સાથે હિંમત હાર્યા વગર મારા સ્વપ્નને સિઘ્ધી દોડ મૂકી હતી. છેલ્લા ૭ વર્ષથી ગુજરાત કેડરમાં હું સેવા આપી રહી છું. અને અહિ કામ કરવું અત્યંત સારુ લાગ્યું છે. તમામ પોસ્ટ પર જે હું ભૂતકાળમાં હતી તેના અનુભવો ખૂબ સારા રહ્યા છે. લોકોનો પણ ખૂબ સારો સહકાર મળ્યો હતો.
અત્યાર સુધીમાં જે ટીમ મને મળી હતી, તે ખુબ જ સહકાર આપતી હતી. અને સાથે મળીને ઘણા નવા પ્રોજેકટો પણ પૂરા કર્યા હતા. ગુજરાતમાં રહીને ઘણા બધા ક્ષેત્રે મેં કામ કર્યુ છે. ત્યારે મને પોતાના ઉપર પણ એ વિશ્ર્વાસ આવ્યો કે, હું ઘણું બધુ કરવા સક્ષમ છું.
નગરપાલિકાના વિકાસ માટે સરકાર ઘણી ગ્રાન્ટો આપે છે જેનો સિધો જ ફાયદો નગરપાલિકાને પણ પહોંચે છે. ગુડ ગર્વન્સનો ઉપયોગ કરી નગરપાલિકા વિસ્તારને વિકસીત કરવા માટે આ યોજના અને આ ઉપાય અત્યંત કારગત નીવળશે ગુડ ગર્વન્સ થકી રોકાયેલા કામોને પણ ઝડપ ભરે પૂર્ણ કરવામાં આવે, જેથી વિકાસનો રથ અવિરત આગળ ચાલી શકે, ફિલ્ડ વિઝીટ કરવાથી પડતર પ્રોજેકટોની પણ માહીતી મળતી હોય છે. જેથી જો કોઇ ટેકનીકલ સલાહ આપવાની ફરજ પડે તો લોકોનો સાર્વનીક વિકાસ પણ થતો જોવા મળે છે. નગરપાલિકા હસ્તક આવતા આવાસ યોજના, સ્વચ્છભારત અભિયાન, ડેવલોપમેન્ટ ગ્રાન્ટ હોય આ તમામ મુદ્દાઓ પર સતત વિચારતું રહેવું પડે છે. અને તેના પર ઘ્યાન પર કેન્દ્રીત કરવું પડે છે.
અંતના તેઓએ લોકોને અને સવિશેષ મહિલાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે કોઇપણ પરિસ્થિતિમાં મનોબળને નબળુ પડાય નહી અને ઉદભવીત થયેલી સમસ્યા અને તકલીફોનો પણ મકકમતાથી સામનો કરવો જોઇએ જેથી સફળતાના સર્વોચ્ચ શિખર ઉપર પહોળી શકાય.