ગીર સોમનાથના દરિયામાં ભારે કરન્ટ: 40 કી.મી. ની ઝડપે ફુંકાતો પવન: આજે ભારે વરસાદની આગાહી
આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સવારે અધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. દરિયામાં જોરદાર કરન્ટ જોવા મળી રહ્યો છે. 40 કી.મી. ની ઝડપે પવન ફુંકાય રહ્યો છે માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે સવાર સુધીમાં 171 તાલુકાઓમાં વરસાદ વરસી ગયો હતો. દરમિયાન સવારથી અનેક તાલુકાઓમાં મેઘ મહેર ચાલુ જ છે.
હવામાન વિભાગ દ્વારા આજે પંચમહાલ, દાહોદ, મહિસાગર, પોરબંદર, રાજકોટ, સુરત, તાપી, ડાંગ સહીતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે પણ રાજયના બનાસકાંઠા અને સાબરકાંઠા જીલ્લામાં ભારે વરસાદ પડશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. દરમિયાન આજે સવારે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં જોરદાર મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં સવારે જોરદાર ઝાપટુ પડયું હતું. અને અર્ધા ઇંચ વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથના દરિયામાં જોરદાર કરન્ટ જોવા મળી રહ્યો છે. 40 કી.મી.ની ઝડપે પવન પણ ફુંકાય રહ્યો છે.
રાજયના 171 તાલુકાઓમાં વરસાદ સિઝનનો 80.48 ટકા વરસાદ પડી ગયો
આજે સવારે ુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના ર9 જિલ્લાના 171 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર ઘટી ગયું છે. જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં બાદ કરતા અન્ય જિલ્લાઓમાં બુધવારે મેઘ વિરામ જેવો માહોલ રહ્યો હતો જો કે આજે સવારથી મેઘાવી માહોલ બન્યો છે. છેલ્લા કલાકમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ પડયો હતો જયારે સાગબારામાં ત્રણ ઇંચ, ધાનેરા, પલાસણા, બારડોલી, કામરેજ, સોનગઢ, વ્યારા અને કેશોદમાં અઢી ઇંચ, માંડવી, નવસારી, વાપી, પોસીના, લખપત, બાવળા,માં બે ઇંચ, ખેબગ્રામ, માંગરોળ, વાલોદ, દાહોદમાં પોણા બે ઇંચ, માળીયા હાટીના, સુરત, સંતરામપુર, ખેડા, ધરમપુર, ગણદેવી, ઉચ્છાલ, સુઇગામ પાદરામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. 106 તાલુકામાં નોંધ પણ વરસાદ વરસ્યો હતો.
ભાદર સહિત 10 ડેમમાં પાણીની આવક
સૌરાષ્ટ્રમાં બુધવારે મેધ વિરામ જેવો માહોલ રહેલા પામ્યો હતો. છતાં છલકાતા નદી-નાળાના કારણે ડેમોમાં નવા નીરની આવક ચાલુ છે આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન ભાદર સહિતના 10 જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. ભાદર ડેમમાં 0.10 ફુટ, મચ્છુ-1 ડેમમાં 0.20ફુટ, મચ્છુ-ર ડેમમાં 0.03 ફુટ, બ્રાહ્મણીમાં 0.10 ફુટ, સસોઇ-ર માં 3.94 ફુટ, વર્તુ-1 ડેમમાં 0.39 ફુટ, વર્તુ-ર ડેમમાં 0.33 ફુટ, વેરાડી-ર ડેમમાં 0.16 ફુટ, મીણસારમાં 0.33 ફુટ અને વાંસલ ડેમમા: 1.97 ફુટ પાણીની આવક થવા પામી છે.