અબતક,કિરીટ રાણપરીયા ઉપલેટા
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે રાજકીય પક્ષો એકબીજાને ભરી પીવા સજ્જતા બતાવી રહ્યાં છે. દાવેદારો પણ રાજકીય ચોગઠા ગોઠવાની તૈયારીમાં પડ્યા છે. ચુંટણીમાં મતદારોને આકર્ષવા પરંપરાગત ગણાતો પોષાક ઝભ્ભા સિવડાવાની તૈયારીઓ પણ નેતાઓ શરૂ કરી દિધી છે.
ઉપલેટાના લડાયક ધારાસભ્ય વર્ષો થી ઝભ્ભા પહેરવાના શોખીન છે ત્યારે થોડાક દિવસ પૂર્વે દરજીની દુકાને ઝભ્ભાનું માપ દેવડાવતા તસ્વીરમાં કેદ થઇ ગયા છે ત્યારે દરજીને માપ આપતી વખતે 2022માં મારો ઝભ્ભો કોઇ વેતરી ન જાય તેવી રીતે સિલાઇ કરજે તેવું કહેતા હોય તો નવાઇ નહિં. વિધાનસભાની ચુંટણીમાં મતદારો ધારાસભ્ય લલીત વસોયાનો ઝભ્ભો લાંબો કરશે કે એકાદવેંત ટૂંકો કરી નાંખશે તે સમય જ બતાવશે.