શહેર કોંગ્રેસ સમિતિ, આમ આદમી પાર્ટી અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિર્દ્યાથી ઓનું જિલ્લા કલેકટરને આવેદન
બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ કરવા અને લાયકાત બદલવા સામે રાજકોટમાં ઉગ્ર વિરોધ ઉઠી રહ્યો છે. આ મામલે શહેર કોંગ્રેસ સમિતિ, આમ આદમી પાર્ટી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિર્દ્યાથીઓએ આજે જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને ત્વરીત યોગ્ય પગલા લેવાની માંગ ઉઠાવી છે.
આવેદનમાં જણાવાયું હતું કે તા.૯મી ઓકટોબરના રોજ બિન સચિવાલયક કલાર્કની પરીક્ષા સરકારે એકાએક રદ્દ કરી નાખી જે પરીક્ષામાં ૧૦ લાખી વધુ ઉમેદવારો બેસવાના હતા. ધોરણ ૧૨ની લાયકાત સો વર્ષ ૨૦૧૮માં આની જાહેરાત આવેલી હતી એટલે ધો. ૧૨ પાસ લોકોએ ઉમેદવારી કરીને પરીક્ષાની ખૂબ પૂર્વ તૈયારી કરેલી.
સતત ૧૫ મહિનાની મહેનત પછી સરકારે ૧૦% અનામત વધારી એટલે ફરી ફોર્મ ભરાયા એમાં ૩ મહિના પરીક્ષા ખેંચાઈ તેમ છતાં વિર્દ્યાથીઓ તૈયારી કરતા રહ્યાં અને ૨૦ ઓકટોબરના રોજ પરીક્ષા હોવાી ઘણા વિર્દ્યાથીઓએ નવરાત્રી ગણેશ ચર્તુથી જેવા તહેવારો ઉજવ્યા વગર તૈયારી કરી. અચાનક સરકારે પરીક્ષા રદ કરી તમામ બેરોજગાર યુવાઓનું ભવિષ્ય દાવ પર લગાડી દીધું અને સાથો સાથ સરકારે પરીક્ષાની લાયકાત પણ બદલી નાખી.
તેમજ ધો.૧૨ના વિર્દ્યાથીઓને ફી પરત આપવાનો હુકમ કરેલ છે તે ગેરબંધારણીય છે. ભરતી નિયમ પ્રમાણે જે સમયે જાહેરાત આપી હોય તેમાં કોઈપણ જગ્યાએ ફેરફાર કરી શકાય નહીં તેવા નિયમો હોવા છતાં તમોએ આ નિયમોને બદલી અને વિર્દ્યાથીઓને અન્યાય કરેલ છે. આવા બેરોજગાર યુવા વિરોધી નિર્ણયનો તાત્કાલીક પરત ખેંચવા અનુરોધ છે.