વાંકાનેરમાં જંગી જન સંમેલનમાં હજારોની મેદનીને વરસાદનું વિઘ્ન ન નડયું: સંમેલન રદ કરવાના છેલ્લી ઘડીના પ્રયત્નો નાકામ
વાંકાનેર નગરપાલિકાની ચુંટાયેલી બોડીને ગેરલાયક ઠેરવવાની નોટીસ સામે ભારે વિરોધ ઉઠયો છે. વાંકાનેર નગરપાલિકા ને સુપરસીડ કરાવવા તથા વર્તમાન પ્રમુખ જયશ્રીબેન સેજપાલને મળેલ નોટીસના વિરોધ જડેશ્ર્વર રોડ પર આવેલ કિરણ સિરામીકના વિશાળ ગ્રાઉન્ડ પર જંગી જન સંમેલનનું આયોજન કરવામાં આવલ હતું.
આ સંમેલનમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી જંગી માનવ મેદની ઉમટી પડી હતી. અને સંમેલનના પ્રારંભે જ વરસાદ શરુ થતા નાશભાગને બદલે સમેલનમાં જીતુભાઇ સોમાણીના સમર્થકોએ ખુરશીની છત્રી બનાવી અને વરસાદમાં પલળી ન જાય તે માટે માથા ઉપર ગાદલા રાખીને સંમેલનને સમર્થકોએ સફળ બનાવેલ. સંમેલનના પ્રારંભે વાંકાનેરના ઉઘોગપતિ પ્રજ્ઞેશભાઇ પટેલ (ચેમ્બર ઓફ કોમર્સ વાંકાનેર) એ પોતાના પ્રવચનમાં વાંકાનેર નગરપાલિકા પ્રમાણીક અને પારદર્શક પણે ચાલે છે.અને અમારા ઇન્ડસ્ટ્રીઝ ને લગતા પ્રશ્ર્નો હોય કે અન્ય કોઇપણ પ્રશ્ર્ન હોય જીતુભાઇ સોમાણી હંમેશા અમારી સાથે જ હોય છે.
ત્યારબાદ મોરબીથી નિર્મીતભાઇ કકકડે જણાવેલ કે, જીતુભાઇ સોમાણી તથા જયશ્રીબેન સેજપાલ ને જ અન્યાય શા માટે અત્યાર સુધી અમોયે અન્યાય સહન કરતા આવ્યા છીએ હવે પછીના સમયમાં અન્યાય સહન કરીશું નહી જીતુભાઇ સોમાણીની કારકીદી ખતમ કરવા નિકળેલા ઓને હવે અમો સાખી નહી લઇએ. મોરબીનો રઘુવંશી સમાજ હંમેશા જીતુભાઇ સોમાણીની સાથે છે અને રહેશે તેમ અંતમાં નિર્મીતભાઇ કકકડે જણાવ્યું હતું કે આજે પણ જીતુભાઇ આ જન સંમેલનમાં ચારસોથી પણ વધુ રઘુવંશી ભાઇઓ-બહેનો આ સંમેલનમાં હાજર રહ્યા હતા.
ત્યારબાદ જીતુભાઇ સોમાણીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે, વાંકાનેરના નગરપાલિકાના ચીફ ઓફીસર તેજલબેન જે મુંધવા દ્વારા વિકાસના કામો બંધ કરાવવામાં આવેલ છે હાલ નગરપાલિકાના સ્ટોરમાં અંદાજે પ000 જેટલી બેગ પડેલ છે. જે વિકાસના કામો બંધ કરાવવાથી આ સિમેન્ટનો જથ્થો જો 90 દિવસમાં વપરાશ થઇ જવો જોઇએ નહીંતર તેની સ્ટ્રેન્થ ઘટી જાય તો તેનો ઉપયોગ કરી શકાય નહીં.
અંતમાં જીતુભાઇ એ તાલુકા ભરમાંથી રપ ગામમાંથી પધારેલ સરપંચો તથા તેમનીટીમનો આભારા માન્યો હતો. અને ચાલુ વરસાદે પણ અડગ રહી સંમેલનને સફળતા આપેલ. ઉપરાંત રાજકોટથી કનુભાઇ ભગદેવ તથા તેમની સાથે જોડાયેલ રઘુવંશી ભાઇઓ તેમજ મોરબીથી પધારેલ ગીરીશભાઇ ઘેલાણી, નિર્મીતભાઇ કકકડની 400 લોકોની ટીમ તથા ટંકારા થી આવેલ સૌ કોઇ રઘુવંશી ભાઇઓ બહેનોના ધન્યવાદ આપેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનુભાઇ કટારીયાએ કર્યુ હતું.