• સુરેન્દ્રનગરના પાટડી સહકારી મંડળી દ્વારા
  • દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખી ફરજિયાત લીક્વીડ નેનો ખાતર ખેડૂતોને ન આપવા કરી રજૂઆત
  • સુરેન્દ્રનગરના પાટડી ખરીદ વેંચાણ સંઘમાં ડીએપી ખાતર ખરીદનાર ખેડૂતોને ફરજીયાતપણે પ્રવાહી ખાતરની બોટલ આપતી હોવાની ખેડૂતોની ફરિયાદોને પગલે દસાડાના પૂર્વ ફધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને સંબંધિત અધિકારીઓને પત્ર પાઠવી કોઇપણ સહકારી મંડળી ખેડૂતોને ખાતરની થેલીઓ સાથે ફરજિયાત પણે લીક્વીડ યુરિયાની બોટલ પધારાવાતી હોય તો આવી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

સુરેન્દ્રનગરના જૈનાબાદના ખેડૂત સિકંદર બચુભાઇ કુરેશીએ ખેતીવાડી નાયબ નિયામકને પત્ર પાઠવી ફરીયાદ કરી છે કે 20 જૂનના રોજ પાટડી સહકારી સંઘમાં તે ડીએપી ખાતર લેવા ગયા ત્યારે ખાતરની થેલીઓ સાથે ફરજિયાત લીક્વીડ યુરિયાની બોટલ ખરીદવાનો આગ્રહ રખાતા ખેડૂતોએ બોટલ ખરીદવાની ના પાડતા બોટલ વિના ખાતર નહિં મળે તેવું જણાવી ખાતર સાથે ફરજીયાત બોટલ આપતી હોવાની ફરિયાદ કરી છે.

આ અંગે ખેડૂતોએ દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીને ટેલીફોન ઉપર રજૂઆત કરતા તેઓ તાત્કાલીક સહકારી સંઘની મુલાકાત લઇ ચેરમેન, મેનેજર અને ક્લાર્કને ફરજીયાત લીક્વીડ બોટલ અંગે પૂછાણ કરતા કર્મચારીઓએ જણાવેલ કે કંપની તરફથી ખેડૂતોને ખાતર સાથે લીક્વીડ બોટલ આપવી ફરજિયાત બનાવી છે. નૌશાદભાઇ સોલંકીએ સંબંધકર્તાઓને રજૂઆત કરી નિયમ વિરૂધ્ધ ખેડૂતોને ખાતરની થેલી સાથે નેનો લીક્વીડ યુરિયા બોટલ આપવાનું ગેરકાયદેસર હોવાનું જણાવ્યું હતું. દસાડાforced વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદભાઇ સોલંકી દ્વારા જણાવેલ છે કે, સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ યુરીયા / ડી.એ.પી. ખાતરનો જથ્થો સમયસર પુરો પાડવાના આશયથી સહકારી મંડળીઓ અને સહકારી ખરીદ-વેચાણ સંઘને આવા ખાતરનો જથ્થો વેચવા માટેનું લાયસન્સ આપવામાં આવે છે. હાલમાં અનેક ખેડુતો પાસેથી ફરીયાદ મળેલ કે હાલમાં જ્યારે તેઓ આ યુરીયા કે ડી.એ.પી. ખાતર લેવા માટે જાય છે ત્યારે વિક્રેતા દ્વારા 3 થી 5 યુરીયા ખાતરની બેગ સાથે 1 બોટલ લીકવીડ ખાતર ફરજીયાતપણે ખેડૂતની અનિચ્છા હોવા છતા આપવામાં આવે છે. અન્યથા તેઓને ખાતર આપવામાં આવતુ નથી. નાયબ નિયામક – ખેતી (વિસ્તરણ), સુરેન્દ્રનગર દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર ખાતર વિક્રેતા સહકારી મંડળી કે ખરીદ-વેચાણ સંઘ આ રીતે ખેડૂતોને અનિચ્છાએ ફરજીયાતપણે આ વધારાની લીક્વીડ ખાતર કે અન્ય કોઇ સામગ્રી લેવાની ફરજ પાડી શકે નહી.આ બાબતે પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઇને સતત ફરીયાદો મળતા તા.20-06-2024, ગુરૂવારના રોજ ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના વરીષ્ઠ પદાધિકારીઓ સિકંદરભાઇ કુરેશી, અશોકભાઇ પટેલ, ભારતેન્દુભાઇ પટેલ, મોતીભાઇ ભાલૈયા, તાલુકા પંચાયત સદસ્ય સાજીદભાઇ સહિતના આગેવાનો સાથે નૌશાદભાઇ સોલંકી દ્વારા પાટડી ચાર રસ્તા ખાતે સ્થિત પાટડી ખરિદ-વેચાણ સંઘની ઓફીસ ખાતે ખેડૂતો સાથે જનતારેડ કરી, જેમા ત્યાં હાજર ચેરમેન સહિતના પદાધિકારીઓ, મેનેજર અને અન્ય સ્ટાફ દ્વારા કબુલવામાં આવેલ કે 3 થી 5 યુરીયા / ડી.એ.પી. ખાતરની બેગ સાથે 1 બોટલ લીકવીડ ખાતર ફરજીયાતપણે આપીએ છીએ. આથી અમો દ્વારા સ્થળ ઉપરથી જ ત્વરીત પ્રાંત અધિકારી-પાટડી, નાયબ નિયામક – ખેતી (વિસ્તરણ), સુરેન્દ્રનગરને આ ગંભીર બાબતે જાણ કરાતા પ્રાંત અધિકારી દ્વારા મામલતદારને સ્થળ ઉપર મોકલવામાં આવેલ.

પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી દ્વારા મુખ્યમંત્રી તેમજ કૃષીમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી જે કોઇ સહકારી મંડળી કે ખરીદ-વેચાણ સંઘ દ્વારા આ પ્રકારે ગેરકાનુની પ્રવૃતી દ્વારા ખેડુતોની છેતરપીંડી કરવામાં આવતી હોઇ તેવી સહકારી મંડળી કે ખરીદ-વેચાણ સંઘના લાયસન્સ રદ્ કરવા તેમજ આવી સંસ્થાઓના પદાધીકારીઓને સસ્પેન્ડ કરી વહીવટદારની નિમણૂંક કરવા રજુઆત કરવામાં આવેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.