PLI સ્કીમમાં પાર્ટ 1માં લઘુત્તમ રોકાણ રૂ. 300 કરોડ અને ટર્નઓવર રૂ. 600 કરોડ હતા, પણ સ્કીમનો લાભ વધુ ઉદ્યોગો લઈ શકે તે માટે પાર્ટ-2માં લઘુત્તમ રોકાણ રૂ. 100 કરોડ ટર્નઓવર અને 200 કરોડ રખાઈ તેવી શકયતા
કાપડ ઉદ્યોગને વેગવંતુ કરવા ઉત્પાદન આધારિત પુરસ્કારમાં ધરખમ વધારો કરવા સરકાર સજ્જ છે. પીએલઆઈ સ્કીમમાં પાર્ટ 1માં લઘુત્તમ રોકાણ રૂ. 300 કરોડ અને ટર્નઓવર રૂ. 600 કરોડ હતા, પણ સ્કીમનો લાભ વધુ ઉદ્યોગો લઈ શકે તે માટે પાર્ટ-2માં લઘુત્તમ રોકાણ રૂ. 100 કરોડ અને ટર્નઓવર 200 કરોડ કરાશે તેવું જાણવા મળ્યું છે.
સરકારે કાપડ માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમની બીજી આવૃત્તિ માટે ઉદ્યોગો સાથે પરામર્શ શરૂ કર્યો છે. ઉદ્યોગ આ યોજનામાં માનવસર્જિત ફાઇબર અને ટેકનિકલ ટેકસટાઇલનો સમાવેશ કરવા માંગે છે અને હવે તેની રોકાણ મર્યાદા રૂ. 100 કરોડથી ઘટાડીને રૂ. 25 કરોડ કરવામાં આવનાર છે. વધુમાં ઉદ્યોગો એવું ઈચ્છે છે કે તે એવું પણ ઇચ્છે છે કે રોકાણના હેતુસર નવી કંપની સ્થાપવા માટે સરકારે કોઈ શરત લાદવી જોઈએ નહીં. ટેક્સટાઇલ સેક્ટર માટે પીએલઆઇ સ્કીમના પાર્ટ 1માં મંત્રાલય પાસે લગભગ રૂ. 4,000 કરોડનું વણવપરાયેલ બજેટ છે. સરકારે આગામી પાંચ વર્ષમાં રૂ. 19,798 કરોડ અને રૂ. 1.93 લાખ કરોડના રોકાણની સંભાવના સાથે 64 અરજીઓને મંજૂરી આપી છે.
ઉદ્યોગો તરફથી મુખ્યત્વે ઓછી રોકાણ મર્યાદાની માંગ ઉઠી છે. પીએલાઈ યોજનાઓના ભાગ-1માં, લઘુત્તમ રોકાણ રૂ. 300 કરોડનું છે અને પ્રોત્સાહનો મેળવવા માટે જરૂરી લઘુત્તમ ટર્નઓવર રૂ. 600 કરોડ છે જ્યારે ભાગ-2માં, લઘુત્તમ રોકાણ રૂ. 100 કરોડ અને લઘુત્તમ ટર્નઓવર 200 કરોડ રહે એવી સંભવના છે.
પાર્ટ-2માં લઘુતમ રોકાણ 100 કરોડની બદલે 25 કરોડ રાખવાની માંગ
હાલ સરકાર પીએલઆઈ સ્કીમના પાર્ટ 2 માં લઘુત્તમ રોકાણ રૂ. 100 કરોડ અને લઘુત્તમ ટર્નઓવર 200 કરોડ રહે એવી સંભવના છે. આ માટે સરકારે કાર્યવાહી પણ શરૂ કરી દીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પણ આ લઘુતમ રોકાણ 100 કરોડની બદલે 25 કરોડ રાખવામાં આવે તેવી માંગ ઉદ્યોગકારોએ ઉઠાવી છે.