૧૫મી એપ્રિલ પૂર્વે ખરીદી કેન્દ્રો બંધ કરતા ગામડેથી આવતા ખેડૂતોને ધરમ ધકકા: ‘અબતક’ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા ખેડૂતો
રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી બંધ કરી દેવાતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. તા.૧૫ એપ્રિલ અંતિમ તારીખ હોવા છતાં ખરીદી બંધ કરી દેવાતા ગામડેી આવતા ખેડૂતોને ધકકા થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં યાર્ડમાં તુવેરની ટેકાના ભાવે પુન: ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે.
ખેડૂતોને બજારમાં તુવેરનો ભાવ રૂ.૭૫૦ જેટલો જ મળે છે. જયારે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૧૦૧૦ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેના લીધે ખેડૂતોને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. આજે સવારે પણ ખેડૂતો પોતાનો માલ પરત લઈને ગામડે જવાની ફરજ પડી હતી.
નાફાર્ડના રાજકોટ ઈન્ચાર્જ રોહિતભાઈ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ માર્કેટીંગ યાર્ડના ખરીદ કેન્દ્ર બંધ કરાયા છે પરંતુ જેતપુર, ગોંડલ, અમરેલીમાં આ કેન્દ્રો કાર્યરત છે.
(પડધરી) ના ખેડૂત ઊષા રીંકુભાઈએ જણાવ્યું હતું કે, હું છેલ્લા વખતી ધકકા ખાઈ રહ્યો છું. ૧૫ દિવસ પહેલા ટેકાના ભાવે તુવેર વેંચાણ કરી હતી. પરંતુ બે વાર આવી ગયા અહીં ઓફીસ બંધ છે. કર્મચારી ફોન રીસીવ નથી કરતાં. અમારો ચેક લેવા અમારે જાવું કયાં. વેપારીઓનો માલ લઈ લે છે. પરંતુ ખેડૂતોનો માલ લેતાં નથી. આ ઉપરાંત બેડી માર્કેટીંગ યાર્ડ ૨૦૦-૨૫૦ રૂપિયા નુકશાનીથી તુવેરનું વેંચાણ કરવું પડે છે.
આ બાબતે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા યાર્ડના સત્તાધીશોને પણ રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને રાજકોટ યાર્ડમાં બંધ થયેલા કેન્દ્રો પુન: શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે