વિશ્ર્વહિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર અપાયું
અબતક, ચેતન વ્યાસ,રાજુલા
રાજુલા ગામે પ્રમુખસ્વામી માર્ગ જવાહર રોડ જાફરાબાદ રોડ બસ સ્ટેશન પાસે આવેલ ગેરકાયદેસર નોનવેજની લારીઓ બંધ કરાવી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા બાબત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બહોળી સંખ્યામાં પ્રાંત કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યું હતુ.
રાજુલા ડુંગર રોડ ઉપર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આવેલું છે અને અનેક ધાર્મિક કાર્યક્રમો તથા સામાજિક સેવાઓ કરવામાં આવે છે અને દરરોજ હરિભક્તો મોટા સમુદાય માં મંદિર આવે છે તેમજ મંદિરના પાસેના આ વિસ્તારને પ્રમુખસ્વામી માર્ગ નામ પણ આપવામાં આવ્યું છે અને છેલ્લા ઘણા સમયથી પ્રમુખસ્વામી માર્ગ ઉપર એસ્સાર પંપ સામે તથા ઉદ્યોગ મંદિરની સામે થી જુના રેલવે સ્ટેશન સુધી બંને બાજુ ગેરકાયદેસર નોનવેજની લારીઓ આવેલ છે તેમ જવાહર રોડ ઉપર ઉપરથી શંખેશ્વર મંદિર તરફ જવાના માર્ગે જીવા બાવાના ચોકી હવેલી ચોક તરફ રસ્તા ઉપર ગેરકાયદેસર નોનવેજ ની દુકાનો તથા મરચા દળવાની દુકાન આવેલ છે તેમજ કેસરી નંદન હનુમાન મંદિરથી બસ સ્ટેશન જવાના માર્ગે નોનવેજ ની લારીઓ આવેલ છે તેમ જાફરાબાદ રોડ ઉપર કોટેશ્વર મંદિર જલારામ મંદિર હઠીલા હનુમાન મંદિર પાસે નોનવેજ ની લારીઓ આવેલ છે આ મંદિર નજીકના વિસ્તારમાં આવી પ્રવૃત્તિને લઈને હરિભક્તોની લાગણી દુભાઈ રહી છે મંદિરે આવતા જતા મરચાની ભૂકી ઓ તથા ખરાબ મસાલાની રજ આંખોમાં ઉડી જાય છે મોઢે અને આખ ઉપર રૂમાલ રાખી ચાલવું પડે છે આની ખરાબ તિવ્ર દુર્ગંધ છેક મંદિર સુધી આવે છે આવી પ્રવૃત્તિને લઈને ભયંકર રોગ ફાટી નીકળવાની શક્યતાઓ છે આ વિસ્તારમાં હિંદુ ભાઈઓ પણ ધંધો કરે છે અને એમને તકલીફ પડે છે આ બાબતે તાત્કાલિક અસરથી કાર્યવાહી થવી જોઈએ મરચા દળવાની ઘંટીઓ બંધ કરાવી અને જગ્યાએ સ્થળાંતર કરવા રજૂઆત કરવામાં આવી
અમુક વિસ્તારમાં અમુક લોકો દ્વારા મુરઘી મટન ઈંડા ગેરકાયદેસર ચલાવે છે અને મુરઘા રસ્તામાં કાપવા નું કારખાનું પણ છે મરચાની દુકાનોમાંથી મરચાની ભૂકી ઉડે છે કારણે આંખોમાં સતત બળતરા રહે છે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે
બાળકો અભ્યાસ પણ કરી નથી શકતા બપોરના સમયે લોકો આરામ પણ નથી કરી શકતા આટલી હદે ઘંટીઓનો અવાજ આવેછે રજૂઆત કર્યા બાદ પણ વેપારીઓ પોતાના મનનું ધાર્યું કરે છે વીષ્વ હિન્દુ પરિષદ સભ્યો કાર્યકર્તાઓ હર હર મહાદેવ તથા જયશ્રીરામ ના નારા સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા બીપીનભાઈ વેગડા કે પિ ભાઈ જીગ્નેશ ભાઈ સોમૈયા સાગરભાઇ સરવૈયા કિશનભાઇ કલવાની હિરાભાઇ જુરાણી સહિત મહાદેવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા