પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેશન, લાઇટ ડેકોરેશન અને આર્ટીફિશયલ ડેકોરેશનમાં અવનવા પેકેજ ઉપલબ્ધ
લગ્ન ગાળાની સિઝન શરૂ થતા જ સ્ક્રીન ટ્રીટમેન્ટ, હેર ટ્રીટમેન્ટ માટે સલૂનમાં કસ્ટમરોનો ધસારો
લુનાર સલૂન, વનસી’સ બ્યૂટી સલૂન, આશિર્વાદ પાર્ટી પ્લોટ અને ધી ગ્રૂમ એથ્નીકવેરમાં બુકિંગ શરૂ
શૂટ, શેરવાની, જોધપુરી અને સાફાની સાથોસાથ વેસ્ટર્ન પહેરવેશની પણ બોલબાલા
લગ્ન અવસર આંગણે, પરિવાર તેમજ વર-વધુ માટે ખૂબ ખાસ છે તે દરેક વ્યકિત માટે લગ્નનો દિવસ મહત્વનો હોય છે. ત્યારે પાર્લરથી માંડીને લગ્નનો વાણી પણ મહત્વની હોય છે. મનુષ્યના અંગની જેમ લગ્નના પણ અનેક અંગ હોય છે. જેમાં, મહેંદી, રિસેપ્શન, પિઠી, મંડપ મુહુર્ત, હસ્તમેળાપ, વિદાય, ડાંડીયા રાસ, આ બધા જ પ્રસંગ માટે પાર્લરથી માંડીને ડ્રેસીંગ વાળા અને ચપ્પલ, જૂના, પાર્ટી પ્લોટ વગેરેમાં લોકોનો ઘસારો જોવા મળે છે.
લુનાર સલુનમાં એક નવી ટ્રીટમેન્ટ ‘પરમેનન્ટ આઈબ્રો’ ઉપલબ્ધ: માધવી રાઠોડ
અબતક સાથેની વાતચીત દરમિયાન લુનાર સલુનના માલીક માધવીબેન રાઠોડએ જણાવ્યું હતુ કે અમારા સલુનને ૧૫ વર્ષ થયા છે. અમારા સલૂનની વિશેષતા એ છે કે અમે બેસ્ટ કવોલીટી અને બેસ્ટ રીઝલ્ટ આપીએ છીએ. અમે એક નવી ટ્રીટમેન્ટ લઈ આવ્યા છીએ જે રાજકોટ સૌરાષ્ટ્રમાં હજુ સુધી કોઈ કરતુ નથી તે પરમેનન્ટ આઈબ્રો જે લોકોને આઈબ્રો છે જ નહિ અથવા જેમને ઓછી આઈબ્રો છે. તેમને કોઈપણ પ્રસંગોમાં પેન્સીલથી કરવી પડતી હોય તો તેમના માટે પરમેનન્ટ શોલ્યૂશન છે. પરમેનન્ટ આઈબ્રો તે મશીનથી કરવામાં આવતો હતો. જે સ્ક્રીનના લેયર સુધી ડીફાઈન કરી તેનો સાઈડીફેકટ કોઈપણ પ્રકારનો થતો નથી. આપણે તેનું મટીરીયલ, મશીન બેસ્ટ કવોલીટી કંપનીનું ઉપયોગ કરીએ છીએ. અત્યાર સુધીમાં ઘણા લોકોને પરમેનન્ટ આઈબ્રો કરી આપી છે. તે લોકો ખૂબ ખુશ છે. સાથોસાથ વેમ્પાયર ટ્રીટમેન્ટ કરીએ છીએ. જે લોકોને પિમ્પલ પછીના જે ખાડા થઈ ગયા હોય તેના માટેની ટ્રીટમેન્ટ છે. તે કરવાથી ખાડા ઉપર આવી અને લેવલ કરી ફીલ કરે. વેમ્પાયર ટ્રીટમેન્ટ કરતા ૧૫ થી ૨૦ મીનીટ થાય ઘણા બધાએ એ આ ટ્રીટમેન્ટ કરાવી છે. બ્રાઈડ હોય તે આ ટ્રીટમેન્ટ ખાસ કરાવે મેરેજ નજીક આવતા હોવાથી કરાવે બેથી ત્રણ સીટીંગમાં તેને ઘણો બધો ફેર પડે છે. સાથોસાથ ફોટોફેસીયલ કરીએ તે ફેસના પીગમેન્ટ અને ગ્લો માટે કરવામાં આવે. તે અત્યારની બ્રાઈડસ માટે બેસ્ટ છે. તેનાથી ઈન્સ્ટન્ટ ગ્લો મળે છે. અને સ્કીન લેવલ થાય છે. અત્યારે આપણે ઈન્ટરનેશનલ લેવલની હેરસ્ટાઈલ મેકઅપ શરૂ કર્યા છે. જેનાથી લુક રીચ આવે.
લૂનાર સલુન સારી ફેસીલીટી પુરી પાડવામાં આવે છે: ડોલી નકુમ
અબતક સાથેની વાતચીતમાં ડોલી નકુમએ જણાવ્યું હતુ કે હું ઘણા સમયથી લૂનાર સલુનમા ટ્રીટમેન્ટ કરાવવા આવું છું જેમાં હેર સ્ટ્રીટમેન્ટ, સ્ક્રીન સ્ટ્રીટમેન્ટ સહિત હું લગ્ન પ્રસંગે તૈયાર થવા માટે અહી લુનારમાં જ આવું છું લૂનાર સલુન દ્વારા સારી ફેસેલીટી આપવામાં આવે છે. સ્ટાફનો પણ ખૂબજ સારો રિસપોન્સ મળે છે.
હેરમાં કેમીકલ્સના ઉપયોગથી લોકોએ ડરવા જેવું નથી: ભૂમિકા પાટડીયા
ભૂમિકા પાટડીયા (વનસીસ બ્યુટી સલુન)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે હું કેમીકલ હેર આર્ટીસ્ટ છું હેરમાં કેમીકલના ઉપયોગથી લોકો ડરતા હોય છે. પરંતુ એટલું ડરવા જેવું નથી કોઈ પણ વસ્તુની સાઈડ ઈફેકટતો હોય જ છે. પરંતુ તેની આફટર કેર અને બીફોર કેર રેગ્યુલર કરો પ્રોફેશન રેન્જથી તો કોઈ પ્રોબ્લેમ થતો નથી આફટર કેરમાં સેમ્પુ, માસ્ક અને સ્પા. ૨ દિવસે કરવાનું હોય છે. હાઈલાઈટસ એક એવી વસ્તુ છે.
જે નેચરલ વસ્તુ હોય તેને રીમુવ કરી આર્ટીફીસીયલ કલર કરીએ છીએ આપણે તેને હેવી કેમીકલ કહીએ છીએ પરંતુ આપણે તેને પ્રોટીન રેગ્યુલર ટ્રીટમેન્ટ આપીએ તો કોઈ તકલીફ થતી નથી.
યંગસ્ટર પ્રોફેશનલ વુમન, ટીનએજર્સ એ રીતે અને હાઉસવાઈફને અલગ એમ બધાને અલગ અલગ રીતે હાઈલાઈટ આપીએ છીએ. હાલની જનરેશનમાં બધાને વધુ જ જોઈએ છે. પ્રોફેશનલ સલુનમાં પ્રોફેશનલ રેન્જથી લોએસ્ટ રેન્જમાં બધી વસ્તુ આપીએ છીએ તમે તમારી લાઈફને બોલ્ડ બનાવો કલરફુલ બનાવો પાવર ફૂલ બનાવો એજ મારો મેસેજ છે.
આશિર્વાદ પાર્ટી પ્લોટમાં ૧૮૦૦ વ્યકિતઓને સમાવવાની ક્ષમતા: દિલીપભાઈ ઠુંમર
અબતક સાથેની વાતચીત દરમિયાન આશિર્વાદ પાર્ટી પ્લોટનાં દિલીપભાઈ ઠુંમરએ જણાવ્યું હતુ કે છેલ્લા ૧૨ વર્ષથી આર્શિવાદ પાર્ટી પ્લોટ છે. અમારો પાર્ટી પ્લોટ ૧૭૦૦થી ૧૮૦૦ વ્યકિતની કેપેસીટી ધરાવે છે. અમારા પાર્ટી પ્લોટમાં પ્રાઈવેટ પાર્કિંગ, ૫ રૂમ, ૨ નાના હોલ, વગેરે ઉપલબ્ધ છે. અમે પેકેજ સિસ્ટમથી જ આપીએ જેમાં પાર્ટી પ્લોટ, મંડપ ડેપોરેશન, લાઈટ ડેકોરેશન આર્ટીફીશીયલ ફૂલ ડેકોરેશન કરી આપીએ અમારી પાસે એક લાખ દોઢ લાખ સુધીની થીમ છે. અત્યારે જગ્યાના અભાવે લોકો પડેલો હોય કે પાર્ટી પ્લોટ બુકીંગ કરે જીએસટીના કારણે ઘણી અસરઈ છે. તથા રાજકોટના ઘણા બધા પાર્ટી પ્લોટ થઇ ગયા એટલે અમારા ધંધામાં પણ કોમ્પીટીશન વધી ગઈ છે.
અમારા વોક વે સ્ટોરમાં લગ્ન સીઝન માટે અવનવી ડિઝાઈનનું કલેકશન ઉપલબ્ધ: પ્રશાંત પરમાર
અબતક સાથેની વાતચીત દરમિયાન વોકવે સ્ટોર પ્રશાંત પરમારએ જણાવ્યું હતુ કે અમારા સ્ટોરમાં શૂટ-ચપ્પલ તથા એસેસરીઝ વગેરે મળી શકે છે. અત્યારે ફેસ્ટીવલ ટ્રેન્ડ ચાલે છે. એટલે મેરેજ માટેનું નવું કલેકશન આવ્યું છે. ખાસ કરીને લગ્ન માટે જરૂરી ગણાતી વાણી જેમા અમારી પાસે ડાયમંડની અવનવી ડિઝાઈનનું કલેકશન ઉપલબ્ધ છે. લેડીઝ માટે ચપ્પલ, મોજડી, સેન્ડલ, જેન્ટસમાં લોફર, શૂઝ, સેન્ટલ અવનવી પેટન્ટના ઉપલબ્ધ છે. અત્યારે લગ્નની સિઝનને લીધે ડાયમંડ વાળુ કલેકાન વધુ ચાલે છે. એસેસરીઝમાં પર્સ, વોલેટ, બેલ્ટ, સોકસ, પાલીસ વગેરે ઉપલબ્ધ છે. અમારે ત્યાં ૪૯૯થી શરૂ કરી ૩૯૯૯ સુધીની પ્રાઈઝ રેન્જ ઉપલબ્ધ છે. ઘણા બધા કહેતા હોય કે બ્રાન્ડની વસ્તુઓ મોંઘી જ મળે પરંતુ એવું નથી તેમાં ફીનીસીંગ તમને કમ્ફટેબલ ફીલ થાય અને સારૂ કલેકશન મળે.
ધી ગ્રુમ એથ્નીકવેરમાં લગ્ન પ્રસંગને લઈ ભવ્ય કલેકશન: પરાગ બુધ્ધદેવ
અબતક સાથેની વાતચીત દરમિયાન ધ ગ્રુમ એથનીકવેરના પરાગભાઈ બુધ્ધદેવએ જણાવ્યુંં હતુ કે હું છેલ્લા ૯ વર્ષથી આ બીઝનેસ સાથે જોડાયેલો છું ધ ગ્રુમમા મેન્સવેર માટેની તમામ સૂટ, શેરવાની, જોધપૂરી, મોજડી, સાફા વગેરે મળી જશે. અત્યારે લગ્નસિઝન ચાલી રહી છે. ત્યારે અમારી પાસે ખૂબજ મોટી રેન્જ ઉપલબ્ધ છે જે આપણે રેન્ટ પર આપીએ છીએ આ વખતે નવામાં સ્ટ્રેચેબલ બ્લેઝર, ટકસીરો સૂટ જે બો-ટાઈવાળા રિસેપ્સન માટે અવનવી ડિસઈનની રેન્જ ઉપલબ્ધ છે. આ વખતે લોકોએ સૌથી વધુ લખનવી ડિઝાઈન પર વધુ પસંદગી ઉતારી છે. લોંગ સેરવાની કોઈ એકટેર પહેરેલ હોય તેવી પણ સેરવાની અમારે ત્યાં મળી રહે છે. અમારે ત્યાં પહેલી વખત ગ્રાહક આવે તેના રેફરન્સ દ્વારા બીજા ઘણા બધા લોકો આવે છે. અમારા વિશાળ કલેકશન રેન્જના કારણે લોકો એકવાર તો આવે જ છે. પરંતુ વારેવારે પણ આવે જ છે.