હૃદય અને મગજને એકબીજા સાથે કંઈ લેવાદેવા નથી એમ ફિલોસોફી માને છે, પરંતુ મેડિકલ સાયન્સ કહે છે કે એ બન્ને વચ્ચે ગહેરો સંબંધ છે. ખાસ કરીને જ્યારે હૃદયના ધબકારાની રિધમ ખોરવાઈ જાય છે ત્યારે મગજમાં ક્લોટ બને છે અને વ્યક્તિને સ્ટ્રોક આવી શકે છે. તાજેતરમાં બનેલા એક કેસના ઉદાહરણ પરથી આપણે સમજીએ હૃદય અને મગજ વચ્ચેના આ સંબંધને

દિલ અને મગજ વચ્ચે કોઈ કનેક્શન નથી એવું ફિલોસોફી માનતી હોય છે. દિલ કંઈક જુદું કહેતું હોય અને મગજ કંઈક જુદું કહેતું હોય છે અને સમજુ લોકો કહે છે કે દિલની વાત સાંભળવી નહીં, કારણ કે એ તો કંઈ પણ કહે. મેડિકલ સાયન્સને સમજીએ તો દિલની વાત સાંભળવી જરૂરી છે નહીંતર મગજને તકલીફ થઈ શકે છે. શરીરમાં અંગો ભલે જુદાં-જુદાં છે પણ જેમ પરિવારમાં એક સભ્ય ગરબડ કરે તો અસર સમગ્ર પરિવારને થાય એમ શરીરમાં એક અંગ ગરબડ કરે તો અસર બીજાં અંગોને થતી હોય છે. એમાં પણ હૃદય જેવું મહત્વનું અંગ જ્યારે ગરબડ કરે ત્યારે સીધી અસર મગજને પહોંચે છે. એ અસર વિશે આજે વાત કરીશું. હૃદય અને મગજ બન્ને વચ્ચેનો સંબંધ શું છે એ જાણીશું.

રિધમમાં ગરબડ

જ્યારે કોઈ કારણસર હૃદય જોરથી ધબકવા લાગે કે ધબકારાની સંખ્યા જે સામાન્ય સંજોગોમાં એક મિનિટમાં ૭૨ જેટલી હોય છે એ વધીને ૧૨૦ કે એનાથી ઉપર જતી રહે. એવું લાગે કે હૃદય એકાદ ધબકારો ચૂકી ગયું છે તો એ વખતે જે અનુભવ થાય એને પલ્પિટેશન કહે છે. આ પ્રકારના અનુભવો વધવા લાગ્યા અને અમુક વાર તેમને પલ્પિટેશનને કારણે શ્વાસ ઓછો પડતો હોય કે ખૂબ અકળામણ થતી હોય એમ લાગે છે. આપણા બધાનાં હૃદય જે ધબકે છે એ ધબકારમાં એક રિધમ છે. ચોક્કસ સમયના અંતરાલે હૃદય ધબકે છે અને એને જ રિધમ કહેવાય, પરંતુ આ જેમને એ રીધમમાં ગરબડ થઈ ગઈ હોય તે ગડબડ ને મેડિકલ પરિભાષામાં એટ્રિયલ ફિબ્રિલેશન કહે છે. એટ્રિયલ ફિબ્રિલેશન વિશે સમજાવતાં ડોકટર કહે છે કે માણસને ધબકારાની રિધમની તકલીફ હોય છે એ તકલીફના જુદા-જુદા પ્રકાર છે. એમાંનો એક પ્રકાર એટલે એટ્રિયલ ફિબ્રિલેશન. આ રોગમાં ધબકારા અનિયમિતપણે અનિયમિત બની જાય છે. એટલે કે પોતાની મરજી મુજબ ગમેતેમ હૃદય ધબકે છે. હૃદયમાં ચાર ભાગ હોય છે જેમાં ઉપરના બે ભાગમાં અને ખાસ કરીને જમણી બાજુના ઉપરના હૃદયમાં તકલીફ હોય ત્યારે એટ્રિયલ ફિબ્રિલેશન ઉદ્ભવે છે. એટ્રિયલ એટલે હૃદયનો એ ભાગ અને ફિબ્રિલેટ કરવું એટલે કે ખૂબ જ ઝડપથી અનિયમિતપણે સંકોચાવું. આ જમણા હૃદયની ઇલેક્ટિકલ ઍક્ટિવિટીમાં ભંગાણ પડે છે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે.

ક્લોટનું નિર્માણ

જ્યારે આ એટ્રિયલ ફિબ્રિલેશનનું નિદાન થાય ત્યારે હોસ્પિટલાઇઝ્ડ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સલાહ પાછળનું કારણએ છે કો ડોક્ટરો ત્મેને ઑબ્ઝર્વેશનમાં રાખવા માગતા હોય છે કે આ એટ્રિયલ ફિબ્રિલેશન થોડા સમય માટે છે કે પછી તેમને છેલ્લા ઘણા વખતથી શરૂ થયેલો આ નવો પ્રોબ્લેમ છે. વળી હૃદયની રિધમ ખોરવાઈ જવાને લીધે શરીરમાં ક્લોટનું નિર્માણ થવાની પૂરી શક્યતા છે. જેવી ખબર પડે કે વ્યક્તિને આ પ્રોબ્લેમ છે તો એમને લોહી પાતળું થાય એની દવા આપવી જરૂરી છે જેને લીધે શરીરમાં ક્લોટ ફોર્મેશન થવાનું રિસ્ક ઘટે છે.

મગજ પર અસર

૨૦૧૦ માં થયેલા એક સ્ટડી મુજબ ૩૩.૫ મિલ્યન લોકો દુનિયામાં ધબકારાની રિધમનો પ્રોબ્લેમ ધરાવે છે અને દર વર્ષે નવા પાંચ મિલ્યન દરદીઓ આ સંખ્યામાં ઉમેરો કરે છે. આ વિશે વાત કરતાં વોકહાર્ટ હોસ્પિટલ-મુંબઈ સેન્ટ્રલના ન્યુરોલોજિસ્ટ ડોકટર કહે છે, જ્યારે હૃદયના ધબકારાની રિધમ ખોરવાય છે ત્યારે એનો ઇલાજ જરૂરી બને છે અને ઇલાજ જ્યારે થતો નથી ત્યારે આ પરિસ્થિતિને લીધે શરીરમાં જગ્યાએ ક્લોટ બને છે અને જ્યાં ક્લોટ બને એ જગ્યાએ કે એ અંગ પર અસર થાય છે જેમાં મોટા ભાગે જોવા મળ્યું છે કે એની અસર મગજ પર વધુ થાય છે. મગજમાં ક્લોટ બને અને એને કારણે સ્ટ્રોક આવે. મહત્વનું એ છે કે જ્યારે ખબર પડે કે વ્યક્તિને ધબકારામાં કોઈ પ્રકારની ગરબડ છે તો એનો તાત્કાલિક ઇલાજ કરાવવામાં આવે તો સ્ટ્રોકનું રિસ્ક ઘટી શકે છે.

ચકાસણી :

જાણીએ સ્ટ્રોક માટે પોતે જ સરળતાથી ચકાસી શકાય એવાં કેટલાંક ખાસ લક્ષણો. જો આ લક્ષણો જાણી શકીએ તો સ્ટ્રોકની અસરથી બચવામાં મદદ મળી શકે છે.

૧. બન્ને હાથ અને પગ ઊંચા કરો અને પાંચ સેક્ધડ સુધી હવામાં રાખી જુઓ અને એની સ્ટ્રેન્ગ્થ ચકાસો.

૨. ચાલતી વખતે કોઈ પણ જાતના સર્પોટ વગર તમે ચાલી શકો છો કે નહીં એ ચકાસો.

૩. તમારા ઘરનું ઍડ્રેસ જોરથી બોલો અને જુઓ કે તમને કોઈ અઘરો શબ્દ બોલવામાં તકલીફ પડે છે કે નહીં.

૪. અરીસામાં જોઈને હસો. હસવામાં કોઈ તકલીફ પડે છે કે હસવાથી ચહેરો કંઈક વિચિત્ર લાગે છે કે નહીં એ ચકાસો.

જો ઉપરમાંથી કોઈ પણ એક ચકાસણીમાં તમને સંદેહ લાગે કે તકલીફ લાગે તો તાત્કાલિક તમારી નજીકના ઈઝ સ્કેનની સવલતવાળી હોસ્પિટલમાં પહોંચો અને મગજના નિષ્ણાત ડોક્ટરને બતાવો, કારણકે આ સામાન્ય ચિહ્નો દર્શાવે છે કે તમને સ્ટ્રોક હોય શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.