નોટબંધી, જન-ધન, અટલ પેન્શન અને મુદ્રા જેવી સરકારી યોજનાઓને સફળ બનાવવા બેંક કર્મચારીઓ સતત કાર્યશીલ રહ્યા છે
નોટબંધી, જન-ધન યોજના, મુંદ્રા યોજના અને અટલ પેન્શન જેવી સરકારી યોજનાઓને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ પગાર વધારાની માંગને લઈ દેશભરના બેંક કર્મચારીઓ બુધ-ગુરૂ બેંકની હડતાલ રાખશે. આ પૂર્વે ૩૧ માર્ચ ૨૦૧૭માં ઈન્ડિયન બેંક એસોસીએશને બેંક કર્મચારીઓના પગાર ૨ ટકા વધારવાની ઓફર કરી હતી.
જોકે થર્ડ સ્કેલ ઓફિસરોથી ઉપરના અધિકારીઓ માટેની આ માંગ નથી. એનપીએનું કહેવું છે કે બેંકોમાં નોટોની તંગી અને નુકસાન વધી રહ્યા છે પણ તેના માટે બેંકના કર્મચારીઓ જવાબદાર નથી. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના ક્ધવેનર દેવીદાસ તુલ્જાપુરકરે જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ વર્ષથી બેંકના કર્મચારીઓ સરકારની નોટબંધી, જનધન યોજના, મુંદ્રા અને અટલ પેન્શન યોજના માટે સતત થાકયા વિના કામ કરી રહ્યા છે. છેલ્લે ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીમાં આઈબીએએ ૧૫ ટકા સુધીનો પગાર વધારો કર્યો છે.
૨૯મીમે એ બેંક કર્મચારીઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મેઈન બ્રાંચે ડેમો કરીને બતાવ્યો હતો. યુએફબીયુ નવ યુનિયનોનું સમુહ છે. આ ઉપરાંત બેંક કર્મચારીઓ માટે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોય એસોસિએશન પણ છે અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વકર્સ પણ છે જેના સંગઠનોના નિર્ણય મુજબ હવે બેંક કર્મચારીઓ દેશભરમાં બુધ-ગુરૂ એમ બે દિવસની હડતાલ કરશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com