• પીજીવીસીએલના જાફરાબાદથી નારાયણ સરોવર સૌરાષ્ટ્ર કચ્છના 22000કોન્ટ્રાક્ટ કર્મીઓની અનિશ્ચિત મુદતની હડતાલ થી વિજ સેવાને અસર થાય તેવી શક્યતા

કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળના પીજીવીસીએલના ત્રણ વિભાગોમાં આપવામાં આવતા ભાવો માં મોટી વિસંગતતા હોવાની ફરિયાદ સાથે પીજીવીસીએલને પણ એમજીવીસીએલના દરે ભાવો આપવાની માંગ ઉઠવા પામી હતી જેનો સ્વીકાર ન થતાં ગઈકાલથી હડતાલ શરૂ થઈ છે..

એમજીવીસીએલ માં પીજીવીસીએલ કરતા 40% વધારે ભાવ હોય જે મુજબ પીજીવીસીએલમાં ભાવ વધારો મંજૂર કરવા લાંબા સમયની માંગણી નો અસ્વીકાર કરતા સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા ગઈકાલથી હડતાલ શરૂ કરી દેતા તમામ કામગીરી ઠપ થઈ જવા પામી છે

અબ તક સાથેની વાતચીતમાં એસોસિએપ્રમુખ ગોપાલભાઈ માતાએ જણાવ્યું હતું કે એમજીવીસીએલ માં વડોદરા આણંદ અને ગોધરા જિલ્લા નો સમાવેશ થાય છે જ્યારે પીજીવીસીએલ માં  જાફરાબાદ થી નારાયણ સરોવર અને સૌરાષ્ટ્ર કચ્છ નો સમાવેશ થાય છે પીજીવીસીએલ ની ખાનગી કોન્ટ્રાક્ટરોના જોબ વર્ક ના ભાવ વધારો કરવા માંગ કરી છે ત્યારે ખાનગી કંપનીઓનીસેવાના ભાવો 40% વધુ ભરવામાં આવે છે, તેવા સંજોગોમાં એસોસિએશન દ્વારા સમય સંજોગોને ધ્યાને લઈ મોંઘવારીને ધ્યાને લઈ વર્તમાન ટેરીફમુજબ ચૂકવવામાં આવતા ભાવોમાં 50% વધારાની માંગ લાંબા સમયથી માંગકરવામાં આવતી હતી

સરકારે દિવાળી પહેલા 11% ભાવ વધારો મંજૂર કર્યો છે જે બધી રીતે અન્યાયકારી હોય ,વળી વીજ તંત્ર દ્વારા ખાનગી કંપનીઓને પાંચથી આઠ ગણા ભાવે કામો કરાવવાની મજૂરીઓ અપાય છે, ત્યારે કોન્ટ્રાક્ટરોને પૂરતા પૈસા ચૂકવવામાં આવતા નથી ,આ અંગેઅનેકવાર રજૂઆતો અને આંદોલનની ચીમકી છતાં ભાવ વધારો લાગુ ન પડતા 11 નવેમ્બર સોમવારે સાંજે 6વાગ્યાથી કોન્ટ્રાક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે,

કોન્ટ્રાક્ટરોની હડતાલ થી તમામ પ્રકારની વાહન સેવા બંધ થઈ જવા પામે છે, જેનાથી ફોલટ રીપેરીંગ, ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી અને સરકારી યોજનાઓના કામો અટકી પડ્યા છે,

ગઈકાલે સવારે મૂળી પાસે ટ્રકપોલ સાથે અથડાય પડતા પોલ ધરાશાહી થવાની ઘટનામાં એસોસિએશનને નજીકની હોસ્પિટલ ની સુવિધા જાળવવા હડતાલ હોવા છતાં પોલ રીપેરીંગ કરાવી માનવતા દાખવી હતી

709થી વધુ કોન્ટ્રાક્ટરોની હડતાલથી 20થી 22000કર્મચારીઓ એ “નો વર્ક ” સત્યાગ્રહ શરૂ કરી દેતા આગામી 24-48કલાકમાં તેની અસરો દેખાવા લાગશે તેમ જણાવી પ્રમુખ ગોપાલભાઈ માતાએ જણાવ્યું હતું કે અમે અમારી વ્યાજબી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ નહીં સમટીએ

કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશન ની હડતાલના પગલે વીજ પુરવઠા સ લગ્ન વ્યવસ્થાપન આગામી સમયમાં મોટી અસર પડે તેવી શક્યતા નકારી ન શકાય આ લખાઈ રહયું છે ત્યારે એસોસિયેશન આગેવાનો માંગણી પૂરી ન થાય ત્યાં સુધી કામ પર ન ચડવા મક્કમ હોવાનું જાણવા મળ્યું છે

કોન્ટ્રાક્ટરોની હડતાલ થીગિરનારની પરિક્રમા અને ચિંતન શિબિર ને અસર થશે

કોન્ટ્રાક્ટરોની હડતાલના પગલે વીજ પુરવઠો ફોલ્ટ ફાઈન્ડ રીપેરીંગ અને ટ્રાન્સફોર્મર બદલવાની સેવા અટકી પડતા રાજ્યમાં બે મોટા આયોજનોમાં ગિરનારની પરિક્રમા અને ચિંતન શિબિર પર મોટી અસર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.