સ્ટેટ રિસર્વ પોલીસ ફોર્સ એસ.આર.પી.ના જવાન ૩૦ વર્ષના ભારતસિંહ વાઘેલા પર ત્રણ મહિલા અને ચાર શખ્સો દ્વારા ખુની હુમલો કરવામાં આવ્યો હતો તે રાજકોટ ઘંટેશ્ર્વરમાં ડયુટી પર હતા અને તેની વટવાના ચુનારવાસના બદલી કરવામાં આવી હતી.
પોલીસ સુત્રોના આધારે વટવા પોલીસે ચાર પુરૂષો અને ત્રણ મહીલાઓની સામે ફરીયાદ નોંધાવી હતી. એસઆરપી જવાનને વસંત ચુનારા, તેનો પુત્ર, બે મહીલાઓ અને અન્ય શખ્સોએ નિર્દયતાથી ઢોર માર માર્યો હતો.
ચુનારા પરિવારના સભ્યો પહેલા તો સ્થેળીથી જતા રહ્યા હતા બાદમાં હાથમાં તીક્ષ્ણ હથીયારો અને લાકડીયો લઇને આવ્યા અને જવાનને બેફાર્મ મારવાનું શરુ કર્યુ આ વખતે તેઓ કુલ સાત લોકો હતા. જવાને પોલીસ ક્ધટ્રોલને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ત્યાં સુધીમાં આરોપી ફરાર થઇ ગયા હતા.