ટીચર્સ તબીબોએ સોમવારે સંપૂર્ણ હડતાલ પર જવાનું જણાવ્યું
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હડતાલનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે.ત્યારે ટીચર્સ અને સ્ટુડન્ટ તબીબો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇ વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યો છે.જેમાં રેસિડન્ટ ડોક્ટરો દ્વારા આજે સતત બીજા દિવસે ઉગ્ર વિરોધ સાથે હડતાળનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. પીડીયું મેડિકલ કોલેજ ખાતે 150 જેટલા ડોક્ટરોએ એકઠા થઇ કાળા કપડાં ધારણ કરી ઉગ્ર સુત્રોચાર કર્યો છે જયારે ટીચર્સ તબીબો દ્વારા સરકારે ખેંચેલા લાભો પરત મેળવવા માટે સોમવારે સંપૂર્ણ હડતાલ પર અને રાજીનામાં આપવાનું જણવ્યું છે.
દર્દીઓને સારવાર માટે સૌરાષ્ટ્રનું હદય સમાન ગણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હડતાલનો દોર ચાલી રહ્યો છે.ત્યારે રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાળને પગલે ઓપીડી અને ઈમરજન્સી સેવાઓથી દૂર રહેતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જ્યાં 20 દર્દીઓ માટે 5 ડોક્ટરો રાખવામાં આવતા હતા.ત્યાં હાલ 3 ડોક્ટરોની ઉપલબ્ધી થઇ રહી છે.જેના કારણે દર્દીઓ રઝળી પડ્યા છે.ઉપરાંત ટીચર્સ તબીબો દ્વારા સોમવારે સંપૂર્ણ હડતાલ પર જવાનું જણાવ્યું છે.
આ અંગે રેસિડન્ટ ડોક્ટર પ્રશાંત રાતડીયાએ “અબતક” સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,નીટ પીજીની કાઉન્સિંલિગ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસને લઇ હાલ પેન્ડિંગ છે.જેના કારણે ડોક્ટરો પર કામનું ભારણ વધી રહ્યું છે.જેનું જલ્દીથી નિરાકરણ આવે અને તમામને ન્યાય મળે એ અમારી માંગ છે.અને ઉલ્લેખનીય છે કે જો આગામી દિવસોમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય કરવામાં નહિ આવે તો ગુજરાત યુનિયન દ્વારા નિર્ણય કરી આગામી રણનીતિ જાહેર કરાશે અને વધુમાં વધુ ઉગ્ર વિરોધ પ્રદશન કરવામાં આવવાનો છે.
ત્યારે બીજી બાજુ ટીચર્સ તબીબો પાસેથી ખેંચેલા લાભોને પરત મેળવવા માટે ડોક્ટરો સોમવારના હડતાલ પર જશે અને રાજીનામાં પણ આપવાનું જણાવ્યું છે.જેથી જોવાનું તે રહેશે જો સરકાર સમયસર નિર્ણય નહિ લાવે તો આની હાલાકીનો સામનો દર્દીઓને કરવાનો રહેશે.