પીજીવીસીએલના કર્મચારીઓ પોલીસ અને પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું: પોલીસ રક્ષણ આપે તેવી માગ

જસદણ પીજીવીસીએલના કર્મચારી પર ટી.એસ.રાછડીયા આસીસ્ટન્ટ લાઈન મેઈન તરીકે જસદણ ડિવીઝનમાં ફરજ બજાવે છે. બે દિવસ પહેલા જસદણ પીજીવીસીએલની કચેરીમાં જસદણના વાજસુરપરમાં રહેતા સુરેશ છગન બારોટ નામના અરજદાર લાઈટ ફોલ્ટની ફરિયાદ કરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા એક વખત રીપેરીંગ કરી દીધીલ ત્યારબાદ વરસાદના કારણે ફરીથી ફોલ્ટ આવતા સુરેશ બારોટ પોતાનો રોપ જમાવવા માટે પીજીવીસીએલની કચેરીએ જઈને રજુઆત કરવાના બદલે રાછડીયાભાઈ લાઈનમેનને અપશબદો કહ્યા અને ત્યારબાદ ઉગર થઈને ઢીંકાપાટુનો માર મારવા લાગ્યો અને ધમકી આપી કે તું જસદણમાં મને સામો મળતો નહીં. બોલીને બે ત્રણ વખત ઢીંકા અને પાટુ મારતા ટી.એસ.રાછડીયા પોતાની ઓફિસમાં માર સહન ન થતા ઢળી પડયા હતા. રાછડીયાભાઈને ઢળી પડતા તકનો લાભ લઈને આરોપી સુરેશ બારોટ ત્યાંથી નાસી છુટયો હતો. પીજીવીસીએલના કર્મચારીને તેના અન્ય કર્મચારીઓ જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલ સારવાર બાદ ટી.એસ.રાછડીયા એટલા ગભરાઈ ગયા હતા કે તેવો પોતાના ઘર જતા બીક લાગતી હતી પરંતુ જસદણ પોલીસના આશ્ર્વાસન આપતા પાેતાને ઘરે જવા માટે રાછડીયા તૈયાર થયા હતા અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.જસદણ પોલીસે સરકારી કર્મચારીને ફરજ ‚કાવટ અને મારામારીની કલમો લગાડીને આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.

પીજીવીસીએલના કર્મચારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. જેથી કરીને બુધવારના દિવસે જસદણ ડીવીઝનના કાર્યપાલક ઈજનેર સહિતના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. જસદણ પોલીસ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં પીજીવીસીએલના કર્મચારીઓની માંગ હતી કે દિવસ દરમ્યાન પોલીસ પેટ્રોલીંગ જસદણ પી.જી.વી.સી.એલ.ની કચેરી ખાતે હુમલો કરતા વ્યકિતને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી કરીને બીજી વખત કોઈ પીજીવીસીએલના કર્મચારી પર હુમલો ના કરે અને આવેદનપત્ર આપીને બપોર બાદ ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ પીજીવીસીએલના કર્મચારીઓ હડતાલ સમેટી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.