અબતક, રાજકોટ:કોરોનાએ ગુજરાત સહિત દેશભરને ભરડામાં લઈ કાળો કહેર વરસાવી દીધો છે. માર્ચ મહિનાથી શરૂ થયેલી કોરોના વાયરસની આ બીજી લહેર અતિ ઘાતકી સાબિત થઈ છે. કેસ ઝડપથી વધતા આરોગ્ય સેવાની ઘટ ઊભી થઈ છે. પરંતુ ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાના સમયથી કેસમાં સદંતર ઘટાડો થયો છે. બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ હોય તેમ કેસ ઘટવાની સાથે રીકવરી રેટ પણ વધ્યો છે. તો આ ચેઈનને સંપૂર્ણ પણે તોડી કોરોનાને વધુ કાબૂમાં લેવા રાજકોટ સહિતના 29 શહેરોની બદલે હવે 36 શહેરોમાં “મીની લોકડાઉન” લંબાવાયું છે. લોકડાઉન જેવા આ કડક નિયમો આગામી 7 દિવસ એટેલ કે 12મી મે સુધી લાગુ રહેશે. વધારાના જે શહેરોમાં નિયમો લાગુ કરાયા છે તેમાં રાધનપુર, ડીસા, અંકલેશ્વર, વાપી,મોડાસા, રાધનપુર, કડી, વિસનગરનો સમાવેશ કરાયો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા હાલ રાજ્યમાં 29 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાગુ છે. જે વધારી 36 શહેરને સમાવિષ્ટ કરાયા છે. 28મી મે થી લદાયેલા નિયમો આવતીકાલ સુધી અમલમાં રહેનાર હતા જેને હવે લંબાવાઈ દેવાયા છે. આ નિયમો તેમજ લોકોની જાગૃકતાએ કોરોનાના ઘમાસાણને રોકવામાં મોટી મદદરૂપ થઈ છે ત્યારે કોરોનાને હજુ વધુ કાબૂમાં લેવા માટે 29 શહેરો ઉપરાંત રાજ્યના વધુ સાત શહેરોમાં રાત્રિ કરફ્યુ 5 મે પછી પણ યથાવત રહેશે. આ અંગે આજરોજ સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
- ઉલ્લેખનીય છે કે હાલ 29 શહેરોમાં રાત્રિના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. અગાઉ તે 8 મહાનગરો સહિત 21 શહેરોમાં હતો. હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરના કરફ્યુ વધારી દેવાયો હતો. આ ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની દુકાનો અને તમામ આર્થિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવી મીની લોકડાઉન લાદી દેવાયું હતું.
- જાણો કઈ-કઈ સેવાઓ ચાલુ રહેશે, કઈ-કઈ બંધ ??
- •અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
•આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
•તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
•મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
•સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
•સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
•સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
•સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.