ચાના શોખીનો માટે ચાની ચૂસકી થોડા સમય માટે મોંઘી થઇ છે જોકે ચાના વેચાણમાં કોઈ ફરક પડ્યો નથી. ત્યારે ચાનો શોખ પૂરો કરવા માટે કેટલા નાણાં ખર્ચી શકે તેનો અંદાજ તાજેતરમાં થયેલા એક ઓકસન પરથી આવ્યો હતો. કોરોનાવાઈરસ મહામારીની વચ્ચે ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર(GTAC)એ ગુરુવારે એક સ્પેશિયાલિટી ટીનું વેચાણ 75,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ભાવે કર્યું. તે આજના વર્ષની સૌથી વધુ કિંમત છે.
મનોહારી ગોલ્ડ સ્પેશિયલ્ટી ટીનું વેચાણ કન્ટેમ્પરરી બ્રોકર્સ પ્રાઈવેટ લિમિટેડે કર્યું અને તેની ખરીદી ગુવાહાટીના ટી ટ્રેડર વિષ્ણુ ટી કંપનીએ કરી હતી. સુગંધ, સ્વાદ અને રંગથી કરવામાં આવે છે. ગત વર્ષે 13 ઓગસ્ટે એક અન્ય માર્કવી અસમ ચાયે ઉંચી પ્રાઈસનો રેકોર્ડ બનાવ્યો હતો.
એક્સોટિક ટીની ઓળખ સુગંધ, સ્વાદ અને રંગથી કરવામાં આવે છે. ગત વર્ષે 13 ઓગસ્ટે એક અન્ય માર્કવી અસમ ચાયે ઉંચી પ્રાઈસનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે અસમના ડિકોમ ટી એસ્ટેટે પોતાની ગોલ્ડન બટરફ્લાઈ ટીને GTACમાં 75000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ પ્રાઈસ પર વેચી હતી.