ઉન્નત મસ્તકે યુવાન વયે સતત પ્રગતિ તરફ…
પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ પાપરાનું માર્ગદર્શન તથા જીતુભાઈ કોઠારી તથા મેહુલ દામાણીની મહેનત રંગ લાવી:શુભેચ્છા વર્ષા
દરેક ક્ષેત્રમાં એક બ્રાન્ડ નેઈમ હોય છે, એક એવું બ્રાન્ડ નેઈમ જેનાથી એ વ્યવસાય ઓળખાતો હોય, ન્યુઝ પેપર એડ., ટી.વી. એડ., એર એડ., હોર્ડિંગ, પ્રેસ કોન્ફરન્સ, રોડ-શો અને ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે રાજકોટ જ નહીં, ગુજરાતભરમાં જો કોઈ બ્રાન્ડ નેઈમ બની ગયું હોય તો એ છે, રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી., આજના જમાનામાં સૌથી કઠીન છે, વિશ્વાસનું સંપાદન કરીને, તેમનો સર્વાગી વિકાસ કરીને નવા આયામો સર કર્યા છે, હવે, ૧૯ વર્ષ પૂર્ણ કરીને રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. ઉન્નત મસ્તકે, સફળતાનાં મક્કમ પગરણ ભરીને આગળ વધે છે અને તા.૨૫ ઓકટોબરના દિવસે ૨૦ વર્ષમાં ઝળહળતો, ભવ્ય પ્રવેશ કરે છે.
પ્રગતિશીલ રાજકોટમાં આજી ૧૮ વર્ષ પહેલા એટલે કે ૨૫-૧૦-૧૯૯૯નાં રોજ, હૈયામાં હામ અને આંખોમાં સ્વપ્ન સાથે માર્કેટીંગ કિંગ જીતુભાઈ કોઠારી અને મેનેજમેન્ટ ગુરુ મેહુલભાઈ દામાણી નામના બે મિત્રોએ ગ્રાહકોની વિકાસની સાથો સાથ પોતાનો પણ વિકાસ થાય તેવા ઉમદા ધ્યેય સાથે નાના પાયે રિઝલ્ટ એડનામની પેઢીની સ્થાપના કરેલ.
૨૦૦૧માં રાજકોટના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરાનું માર્ગદર્શન સાંપડ્યું અને રીઝલ્ટ એડ. પ્રા.લી. નો બીજમાંથી વટવૃક્ષ બનવાનો પ્રારંભ થયો. આજે રિઝલ્ટ એડ. પ્રા.લી. પ્રમોશન અને જાહેરખબરના ક્ષેત્રે એક અગ્રીમ કક્ષાનું અને સૌથી ચડિતું નામ બની ગયું છે.
માત્ર ૧૦ કલાયન્ટસના પરચુરણ કામ સાથે શરૂ કરાયેલ પેઢી પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સ્વરૂપે વિકાસ પામી આજે ૪૦૦ થી વધુ કલાયન્ટસને ઉત્કૃષ્ઠ સેવાઓ આપી રહી છે.
કલાઈન્ટસને પરીણામદર્શક જાહેરાત દ્વારા તેઓનાં વ્યવસાયને ટારગેટે પહોંચાડવામાં રીઝલ્ટ એડ.પ્રા.લી. સતત મદદરૂપ બનતી આવી છે. વધુમાં ગ્રાહકોને નવતર ડીઝાઈનીંગ, ક્રિએટીવ આઈડીયાઝ, ર્યા એડ.પોઝીશનીંગ, ઉત્કૃષ્ઠ સર્વિસ તેમજ ઉત્સાહી અને કાર્યદક્ષ સ્ટાફ થકી છેલ્લા ૧૦ વર્ષમાં અપાર સંતોષ મળેલ.
માર્કેટિંગનું બેકગ્રાઉન્ડ ધરાવતા જીતુભાઈ અને મેહુલભાઈએ આ આગવી કુશળતા હાંસલ કરી છે અને એમની પેઢીનું નામ સાર્થક કર્યુ છે. રિઝલ્ટ એટલે પરિણામ. લોકો જાહેરખબર પર ખર્ચ કરે તો તેમને પરિણામ જોઈએ અને શ્રેષ્ઠ પરિણામકે રિસપોન્સ અપાવવામાં રિઝલ્ટ એડની માસ્ટરી છે જે એમને અન્ય જાહેરખબર એજન્સીઓથી અલગ પાડે છે.
રાજકોટમાં છેલ્લા દોઢ દાયકામાં સૌથી વધુ પ્રેસ કોન્ફરન્સ કરવાનો કે રાજકોટમાં આજ સુધીના સૌથી વિશાળ પ્રોપર્ટફેરનું આયોજન કરવા જેવી અનોખી સિધ્ધીઓ રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. એ મેળવી છે.અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાનોની જેમ રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.માત્ર એક પેઢી કે કંપની જ ની બની રહી પરંતુ સામાજીક જવાબદારી નીભાવવાનું ઉદ્દાત કાર્યપણ બજાવે છે.
દેશભક્તિના ગીતો પર ડાન્સ કોમ્પિટિશન અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ મા-બાપને ભૂલશો નહીં તથા દિકરી વહાલનો દરિયો જેવા અનોખા કાર્યક્રમનું આયોજન રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.એ કર્યું હતું તો જૈન સોશ્યલ ગ્રુપના માધ્યમે પણ સામાજીક પ્રવૃત્તિઓ માટે રિઝલ્ટ એડના જીતુભાઈ અને મેહુલભાઈ સતત તત્પર રહે છે.
તો સાથો સાથ ત્રણ વર્ષથી નવરાત્રી દરમ્યાન ફકત જેનો દ્વારા અને ફકત જૈનો માટે જૈનમ દ્વારા આયોજીત રાસોત્સવની ભવ્યાતિ ભવ્ય સફળતામાં પણ રીઝલ્ટ એડ.પ્રા.લી.નાં ડીરેકટરશ્રી જીતુભાઈ કોઠારી અને મેહુલભાઈ દામાણીનો મહત્વનો ફાળો રહેલ.
સૌથી મોટી વાત તો એ છે કે જાહેરખબરનો વ્યવસાય એ વિકાસનો પર્યાય છે. રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. કયારેય પોતાની કંપનીનો વિકાસ કરવામાં માનતું ની! જી હા, આ વાત આશ્ચર્યકારક છે પરંતુ ખરી છે. રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. પોતાના કલાયન્ટસની પ્રગતિ અને વિકાસ માટે સતત પ્રવૃતિશીલ રહે છે.
જીતુભાઈ અને મેહુલભાઈ માને છે કે તેમના કલાયન્ટસનો વિકાસ અને પ્રગતિ શેતો રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. ની પ્રગતિ આપો આપ થશે.આજરોજ ૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતી રીઝલ્ટ એડ.પ્રા.લી.નું ૧૯ વર્ષનું સરવૈયું એટલે ગ્રાહકોને સંતોષ સાથે સફળતા.રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. ૧૧૧-૧૧૨-અમીધારા, કેનાલ રોડ, રાજકોટ. ફોન: ૨૨૩૦૦૮૦, ૨૨૪૨૮૭૫, ૯૪૨૬૯ ૧૦૦૧૪, રમેશભાઈ રૂપાપરા-૯૮૨૪૦ પ૬૫૬૫, જીતુ કોઠારી-૯૮૨૫૦ ૭૬૩૧૬ અને મેહુલ દામાણી-૯૮૨૫૦ ૭૯૬૧૫ ઉપર અનરાધાર અભિનંદન વરસી રહયા છે.