Abtak Media Google News
  • વિધાનસભા વાઇઝ સમીક્ષા બેઠકમાં અધિકારીઓ કર્મચારીઓને સુચના આપતા પદાધિકારીઓ

શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમ્યાન શહેરીજનો દ્વારા ટેલિફોનિક તથા અન્ય માધ્યમથી પોતાના વિસ્તારમાં વરસાદી પાણી જમા થવા, મેઈન રોડ પર વરસાદી પાણી જમા થવા, ડ્રેનેજ લાઈન ઓવરફલો, ડ્રેનેજ લાઈન ચોક અપ, વૃક્ષ પડવા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ બંધ, દવા છંટકાવ કરવા, ફોગીંગ કરવા, આરોગ્ય કેન્દ્ર સંબંધિ તથા રાજકોટ મહાનગરપાલિકા તંત્રની અન્ય મદદ માટે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં, ક્ધટ્રોલ રૂમમાં, વોર્ડ ઓફિસ ખાતે ફરિયાદ નોધાવવામાં આવેલ હતી.

રાજ્ય સરકારની ભારે વરસાદની પરિસ્થિતિ અંગે વખતો વખતની સુચના મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જેમાં રાજકોટ પદાધિકારીઓ, કમિશનર, વોર્ડ કોર્પોરેટરો તથા ઝોનના નાયબ કમિશનરના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ વોર્ડના એન્જીનીયરો, સોલિડ વેસ્ટ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ, ગાર્ડન શાખાના અધિકારીઓ-કર્મચારીઓ, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ, મેનેજરો, વોર્ડ ઓફિસરો, સેનેટરી ઇન્સ્પેકટરો, રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સતત ખડેપગે રહી કામગીરી કરી, શહેરીજનો દ્વારા કરવામાં આવેલ મોટા ભાગની ફરિયાદો, રજૂઆતોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવેલ હતો. રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ હાલમાં પણ પેન્ડીંગ રહેલ ફરિયાદો અને રજૂઆતો પરત્વે કામગીરી કરવામાં આવી રહી છે.

આ મિટીંગમાં રાજકોટ શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમ્યાન શહેરીજનો દ્વારા ટેલિફોનિક તથા અન્ય માધ્યમથી પોતાના વિસ્તારમાં વરસાદી પાણી જમા થવા, ભારે વરસાદ બાદ સેલરમાં ભરાયેલ પાણી પંપીંગ કરી ડ્રેનેજમાં નિકાલ કરતા રસ્તા પર જે ગંદા પાણી વહેવા અંગેની ફરિયાદોને તાત્કાલિક નિકાલ કરાવવો, મેઈન રોડ પર વરસાદી પાણી જમા થવા, ડ્રેનેજ લાઈન ઓવરફલો, ડ્રેનેજ લાઈન ચોક અપ, વૃક્ષ પડવા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ બંધ, દવા છંટકાવ કરવા, ફોગીંગ કરવા, આરોગ્ય કેન્દ્ર સંબંધિ તથા રાજકોટ મહાનગરપાલિકા તંત્રની અન્ય મદદ માટે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં, ક્ધટ્રોલ રૂમમાં, વોર્ડ ઓફિસ ખાતે  ફરિયાદ નોધાવવામાં આવેલ હતી જે પૈકી હાલમાં, પેન્ડીંગ રહેલ ફરિયાદો અંગે વોર્ડ વાઈઝ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.

69 વિધાનસભા વિસ્તારમાં આ સમીક્ષા મિટીંગમાં મુખ્ય ચોકમાં આરોગ્ય કેમ્પ શરૂ કરવા, પેન્ડીંગ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવો, બાંધકામ સાઈટમાં ખાડામાં ભરાયેલ પાણીના નિકાલ નજીકની વરસાદી પાણીની લાઈનમાં છોડાવવું, પી.જી.વી.સી.એલ. સાથે સંકલન કરવું, રસ્તા પરના ખાડા તાત્કાલિક રીપેર કરવા, ટીપરવાનની ફરિયાદનો તાત્કાલિક નિકાલ કરવો,વિસ્તારમાં પડેલ ખાડા પર પેચવર્કની કામગીરી કરવી, પાણી વિતરણની સમીક્ષા, સ્ક્રીન ચેમ્બર સફાઈ, ન્યુસન્સ પોઈન્ટની સફાઈ,વોકળા સફાઈ, વિસ્તારમાં સર્વેલન્સ કરી દવા વિતરણ કરવું, અલગ અલગ શાખાની કામગીરી વચ્ચે સંકલન કરવું, વિસ્તારમાં ફોગીંગ કામગીરી સઘન કરવી, દવા છંટકાવ કરવો, પેન્ડીંગ ફરિયાદોનો કાયમી ધોરણે ઉકેલ આવે તે અંગે ટૂંકાગાળાના તેમજ લાંબાગાળાના આયોજન કરવા સુચના આપવામાં આવી, પેન્ડીંગ ફરિયાદો અંગે ભવિષ્યનું આગોતરું આયોજન કરવા સુચના આપવામાં આવી, લોક દરબારમાં પેન્ડીંગ રહેલ રજુઆતો, ફરિયાદો, પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા પણ સુચના આપવામાં આવી. આ તમામ કામગીરીનું વખતો વખત રીપોર્ટીંગ કરવું તેમજ આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સુચના આપવામાં આવી. વોર્ડ એન્જીનિયરસહિતના અધિકારી તેમના તાબા હસ્તકના કર્મચારી સતત ફિલ્ડ સુપરવિઝન કરીને કામગીરીનું ફોલો અપ કરતા રહે અને જરૂર હોય ત્યાં સ્થાનિક કોર્પોરેટર સાથે સંકલન કરી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે અને નાગરિકોને કોઈ હાલાકી ન રહે એવી વ્યવસ્થા માટે કાર્યરત રહેવા સુચના આપવામાં આવી.

આ 69-વિધાનસભા તથા 71-વિધાનસભા મત વિસ્તારના વોર્ડની કામગીરી સમીક્ષા મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે તથા વોર્ડના કોર્પોરેટરહિરેનભાઈ ખીમાણીયા, મીનાબા જાડેજા, અશ્વિનભાઈ પાંભર, રાજેશ્રીબેન ડોડીયા, જ્યોત્સનાબેન ટીલાળા, રણજીતભાઈ સાગઠીયા,વિનોદભાઈ સોરઠીયા, ચેતનભાઈ સુરેજા, ડો.પ્રદિપ ડવ, મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, આશાબેન ઉપાધ્યાય, સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા,ડો.દર્શનાબેન પંડ્યા, નાયબ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જીનિયર પી.ડી.અઢીયા, કુંતેશ મહેતા, અતુલ રાવલ, ભાવેશ જીવાણી, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન આર.કે.હીરપરા,આર.સી.એચ.ઓ. ડો.લલિત વાંઝા, ફાયર ઓફિસર અમિત દવે, દબાણ હટાવ અધિકારી, વોર્ડ નં.1, 2, 3, 8, 9, 10, 11, 12, 18ના વોર્ડ એન્જીનિયર, વોર્ડ ઓફિસર તથા સેનેટરી ઈન્સ્પેકટર, નાયબ પર્યાવરણ ઈજનેરો હાજર રહેલ હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.