અગાઉના પરિપત્રનો અમલ કરવા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની ત્રણેય ઝોનના સીટી એન્જિનિયરોને તાકીદ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં કરોડો રૂપિયાના ખર્ચે પેવિંગ બ્લોક બિછાવામાં આવી રહ્યા છે.જેને ગુણવત્તા ખૂબ જ નબળી હોવાના કારણે પેવિંગ બ્લોક ફીટ કરાયાના થોડા જ સમયમાં તૂટે જતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
અગાઉ પેવિંગ બ્લોકની ગુણવત્તા ચેક કરવા માટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો પરંતુ તેની અમલવારી થતી ન હોવાના કારણે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ તાજેતરમાં સુધારા સાથે નવો પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.જેમાં પેવિંગ બ્લોકની ગુણવત્તા ચેક કરવા માટે ત્રણેય ઝોનના સીટી એન્જિનિયરોને કડક તાકીદ કરવામાં આવી છે.
હાલ તમામ વોર્ડમાં પેવિંગ બ્લોકના કામ ચાલી રહ્યા છે. જેમાં લોડ, ક્વોલિટી અને પેવિંગ બ્લોક નીચે પૂરતું ફીલિંગ થાય છે કે કેમ ? તેનું ટેસ્ટિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે.ત્રણે ઝોનના સીટી એન્જિનિયર ઉપરાંત ડેપ્યુટી એન્જિનિયરને હુકમ કરવામાં આવ્યો છે વિજિલન્સ ટેકનિકલ શાખા જ્યાં પેવિંગ બ્લોકનું કામ ચાલતું હશે ત્યાં સ્થળ પરથી પેવિંગ બ્લોકના સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવે છે. જેમાં વધારે માપ સાઈઝ કે લોડમાં ઘટાડો નીકળે તો તેને રિજેક્ટ કરાય છે. ક્વોલિટી પર ભાર મૂકવા જણાવવામાં આવ્યું છે.આ ઉપરાંત જુના પરિપત્રમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં કોઈ પણ સ્થળે પેવિંગ બ્લોકનું કામ ચાલતું હોય ઓછામાં ઓછા 8 પેવિંગ બ્લોકનું ટેસ્ટિંગ કરવાનું જણાવ્યું છે. જો તેમાં નક્કી કરેલી ગુણવત્તા ન મળે તો પેવર બ્લોક રિજેક્ટ કરવા અને તેનું પેમેન્ટ પણ અટકાવીદેવાની સૂચના આપવામાં આવી છે.
પેવિંગ બ્લોકના કામમાં અત્યાર સુધી ચાલતી લોલમલોમ બંધ કરી દેવા માટે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા આ આદેશ જારી કરાયો છે.