રોજેરોજ રોડ રીપેરીંગનાં કામનો રિપોર્ટ આપવો પડશે: રાજકોટ ખાતે મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા ૩૦ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક યોજાઈ

રાજયમાં આ વર્ષે પડેલા રેકોર્ડબ્રેક વરસાદનાં કારણે રોડ-રસ્તાને ભારે નુકસાન થયું છે. રોડનાં રીપેરીંગ કામ માટે રાજયની તમામ ૧૬૨ નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા તાજેતરમાં ૧૭૨ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દિવાળીનાં તહેવાર પહેલા રોડ રીપેરીંગનું કામ પૂર્ણ કરવા તમામ નગરપાલિકાઓને કડક સુચના આપી દેવામાં આવી છે અને રોજેરોજ રોડ રીપેરીંગનો રીપોર્ટ રજુ કરવા જણાવવામાં આવ્યું છે. આજે રાજકોટ ખાતે યોજાયેલી ૩૦ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક બાદ મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું.

DSC 8311

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજયની ભાજપ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યો વેગવંતા બન્યા છે ત્યારે પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારનાં ચાર આધારસ્તંભોથી રાજયની ભાજપ સરકાર સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે ત્યારે છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬૨ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક યોજાઈ રહી છે.

DSC 8361

આજે રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાઓ માટે રાજકોટ ખાતે રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાની ગાંધીધામ નગરપાલિકા, ભુજ નગરપાલિકા, અંજાર નગરપાલિકા, માંડવી (ક) નગરપાલિકા, ભચાઉ નગરપાલિકા, રાપર નગરપાલિકા, જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા, જામજોધપુર નગરપાલિકા, સિકકા નગરપાલિકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકા, ખંભાળીયા નગરપાલિકા, દ્વારકા નગરપાલિકા, સલાયા નગરપાલિકા, ભાણવડ નગરપાલિકા, જામરાવલ નગરપાલિકા, મોરબી જિલ્લાની મોરબી નગરપાલિકા, વાંકાનેર નગરપાલિકા, હળવદ નગરપાલિકા,  માળીયામિંયાણા નગરપાલિકા, રાજકોટ જિલ્લાની જેતપુર નગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, ધોરાજી નગરપાલિકા, ઉપલેટા નગરપાલિકા, જસદણ નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, પોરબંદર જિલ્લાની પોરબંદર, રાણાવાવ નગરપાલિકા, છાયા નગરપાલિકા, કુતિયાણા નગરપાલિકાની રીવ્યુ બેઠક યોજાઈ હતી. આ રીવ્યુ બેઠકમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડનાં સીઈઓ પટ્ટણી, રાજકોટ ઝોન પ્રાદેશિક આઈએએસ કમિશનર કુ.સ્તુતી ચારણ, એડીશનલ કલેકટર ચૌધરી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં દરજી, ભાવીનભાઈ, રાજકોટ ઝોન ચીફ ઓફિસર તિલક શાસ્ત્રી તેમજ નગરપાલિકાનાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

DSC 8318

તેઓએ ઉમેર્યું હતું કે, સૌનો સાથ, સૌનો વિકાસ સાથે વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વવાળી ભાજપા સરકાર કાર્યરત છે ત્યારે રાજય સરકારની અનેકવિધ યોજનાઓથી છેવાડાના માનવીના પાયાના પ્રશ્નો હલ થાય અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બને અને લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરી જન-જન સુધી માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ પહોંચે તે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સમયાંતરે રાજયની ૧૬૨ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક અને સેમીનારો યોજાતા રહે છે ત્યારે આ રીવ્યુ બેઠકમાં નગરપાલિકાને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ જેમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના, આગવી ઓળખના કામો, ૧૪મી નાણાપંચની ગ્રાન્ટ, ભુગર્ભ ગટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીની યોજના ,સ્વચ્છ ભારત મિશન યોજના, સુરક્ષા યોજના સહિતની પ્રાથમિક સુવિધાઓ, માળખાકિય સુવિધાઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.