મુખ્યમંત્રી અને ગૃહ રાજય મંત્રીને રજૂઆત કરતા ડો. દર્શીતાબેન શાહ
ચોકકસ જ્ઞાતિના લોકો એક જ વિસ્તારમાં મિલકતની ખરીદી કરી શહેરની શાંતી અને સલામતીને જોખમમાંમૂકી રહ્યા હોવાની ફરિયાદ અને રજૂઆતને ધ્યાનમાં રાખી રાજય સરકાર દ્વારા આજથી બે વર્ષ પૂર્વે શહેરના વોર્ડ નં.2માં અલગ અલગ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં કોઈ એક કોમની વ્યકિત બીજી કોમના લોકોને પાતેાની મિલકતનું વેચાણ કરે તો તેમાં જિલ્લા કલેકટરની મંજૂરી ફરજીયાત લેવાની થાય છે. છેલ્લા ઘણા સમયી અશાંત ધારાની અમલવારી કરવાામાં વહીવટી તંત્ર દ્વારા ભેદી ઢીલ દાખવામા આવે છે. કેટલાક કિસ્સામાં કાયદાનો ભંગ પણ કરવામા આવ્યો છે. દરમિયાન વોર્ડ નં.2માં અશાંત ધારાની કડક અમલવારી કરાવવા રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય, વોર્ડ નં.2ના નગર સેવીકા અને પૂર્વ ડે. મેયર ડો. દર્શતાબેન શાહ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહ રાજય મંત્રીને રજૂઅત કરવામાં આવી છે.
ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ દ્વારા શહેરના વોર્ડ નં.2 માં અશાંત ધારા સંદર્ભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ને રૂબરૂ મળીને રજૂઆત કરી છે.રાજકોટ પશ્ર્મિ વિધાનસભા બેઠક ધારાસભ્ય ડો.દર્શિતા શાહ એ રજૂઆત માં જણાવેલ છે, કે શહેરના વોર્ડ નં. 2 માં જુદા જુદા વિસ્તારોમાં સરકાર દ્વારા અશાંત ધારો લાગુ પાડવામાં આવેલ છે. પરંતુ તેનો અમલ પણ ચુસ્ત રીતે થવો જોઈએ. રહેંણાંક વિસ્તાર માં તેનો અમલ ચુસ્ત થતો નથી તેવું ધ્યાને આવેલ છે. તેમજ વિસ્તારોમાં થી રજૂઆત આવેલી છે.
વિસ્તાર માં ભાડે અપાતા મકાનોમાં ભાડુઆત કરાર કે કરારનામું થતું નથી, જેથી કોને ભાડે આપેતેમાં વિસંગતા હોય છે. તેવું જોવામાં આવેલ છે. તેમજ વિસ્તારવાસી દ્વારા કોઈપણ ફરિયાદ અશાંતધારા બદલ આવે તો તુરંત સંબધિત વિભાગ દ્વારા કાર્યવાહી ઝડપી કરાવી જરૂરી છે. , જેથી વિસ્તાર માં ભવિષ્યમાં ગંભીર પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે ધ્યાને લઇ શહેર ના સરકાર ના સંબધિત વિભાગો ને અશાંતધારા સંદર્ભ કડક કાર્યવાહી કરવા સૂચના આપવા રજૂઆત માં જણાવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી એ આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા ખાત્રી આપી છે.