Abtak Media Google News
  • પ્રતિબંધની કડક અમલવારી કરવા જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાની સૂચના
  • ગ્લુ ટ્રેપનું વેંચાણ કરતા એકમો પર પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીની ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગWhatsApp Image 2024 07 26 at 5.55.43 PM 1

જામનગર ન્યુઝ, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરની સૂચના અનુસાર સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે અંગે જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.

સમીક્ષા બેઠકમાં આપાઈ કડક સૂચના

સમીક્ષા બેઠકમાં અધ્યક્ષ જામનગર પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી અને જિલ્લા કલેક્ટરશ્રી જામનગર દ્વારા ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેંચાણ અને વપરાશને લઈને સમગ્ર જામનગર જિલ્લામાં સદંતર પ્રતિબંધ માટે કડક સૂચના આપવામાં આવી હતી. તેમજ મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં એમ.કે.ઈન-કોર્પોરેશન દ્વારા આ પ્રકારના ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપનું અન્ય જિલ્લા અને રાજ્યમાં જથ્થાબંધ વેંચાણ અને તેનું માર્કેટિંગ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.WhatsApp Image 2024 07 26 at 5.55.43 PM

પ્રતિબંધનો ભંગ કરનાર પર નિયમોનુસાર અને કાયદેસર કાનૂની કાર્યવાહી કરાશે

તેથી જામનગર પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીની કારોબારી સમિતિ દ્વારા ટીમ બનાવીને આ સ્થળે આકસ્મિક સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. તેમજ આ પ્રકારના વેંચાણને સદતર બંધ કરવા અંગે માલિકને કડક સૂચના આપવામાં આવી હતી અને ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના પ્રતિબંધના ચુસ્ત અમલીકરણ બાબતે સચોટ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે PCA, 1960 અંતર્ગત જામનગર જિલ્લામાં કોઈપણ જવાબદાર વ્યક્તિ કે સંસ્થા દ્વારા જો આ પ્રકારના ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેંચાણ તથા ઉપયોગ કરતા હોવાનું ધ્યાનમાં આવશે, તો તેની ઉપર નિયમોનુસાર અને કાયદેસર કાનૂની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે.

બેઠકમાં અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત

ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.