વેકેશન હોઈ કે અન્ય રજાઓ પર્યટકો માટે તો દીવ અને સુંદર દરિયા કિનારો આકર્ષણ નું કેન્દ્ર બની જાય છે ત્યારે દીવ આવનાર દેશી વિદેશી પર્યટકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દીવના તમામ બિચો નાગવા બીચ,બ્લુ ફ્લેગ બીચ, ઘોઘલા, ગોમતીમાતા બિચને ત્રણ મહિના માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો.
દીવમાં આવનાર દેશી વિદેશી પર્યટકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દીવના તમામ બિચો તેમજ વિશ્વ વિખ્યાત નાગવા બીચ અને બ્લુ ફ્લેગ બીચ ઘોઘલા અને કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને જે ગોમતીમાતા બિચ નો સવાલ પુછ્યો હતો તેને પણ તારીખ 1 જુન થી 31 ઓગષ્ટ સુધી ત્રણ મહિના માટે બંધ કરવામાં આવી રહ્યા છે.
દરિયા કિનારે દેશી વિદેશી પર્યટકો હરિ ફરિ શકશે પણ દરિયામાં ડુબકી મારી શકશે નહિ તેમજ કોઈ પણ જાતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમાં પેરાગ્લાઈડીંગ, વોટર સ્કુટર, જેસ્કી રાઈડ્સ,બનાના બોટ વગેરેની મજા પણ માણી શકશે નહિ કારણ કે ચોમાસાની સિઝન દરમિયાન દીવ પ્રસાશન દ્વારા દરીયો ખેડવા પર પ્રતિબંધ પણ મુકવામાં આવે છે. વરસાદની મૌસમ શરુ થતાં દરિયામાં તોફાની મોજા સાથે કરંટ ના કારણે સખ્ત મનાઈ હોય છે ત્યારે દીવ કલેકટર ફરમાન બ્રહ્માના આદેશથી 144ની કલમ તમામ દરિયા કિનારે લગાડવામાં આવી છે.જેનું ઉલંઘન કરવા પર સખ્ત કાનુની કાર્યવાહી કરવામાં આવશે.