માણાવદર નગરપાલિકા ના ચીફ ઑફિસર પી.એન. કંડૉરીયા એ નગરજનૉ પાસે પાલિકા ના બાકી ખેંચાતા વિવિધ કર જેવાં કે પાણીવેરો , મિલ્કત વેરૉ , સફાઇ કર , દીવાબતી કર , તથા શૉપ ને લગતા ટેકસ વગેરે ટેકસની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે .
પાલિકા ના વડા અધિકારી તથા ટેકસ અધિકારી એ યાદીમાં જણાવ્યું છે કે શહેરનાં વિકાસ માટે તથા નાગરિકો ની સવલતા માટે પાલિકા પાસે ભંડોળ હૉવુ જરૂરી છે. વિકાસ પ્રક્રિયા ને આગળ વધારવા અને દરેક નાગરિકને પૉતાના અધિકાર ની રૂએ સવલતા આપવાની જવાબદારી નગર સંસ્થા ની છે તેની સામે પ્રજાજનો ની જવાબદારી પણ છે કે પાલિકા ના નિયમ મુજબ વિવિધ કર તેઑ સમય મર્યાદા માં ભરપાઈ કરે.
માણાવદર નગરપાલિકા નગરજનૉ પાસે ધણા લાંબા સમયથી જુદા જુદા કરવેરાઑની રકમ બાકી પેઠે ખેંચાઇ રહી છે વારંવારની ઉધરાણી કરવા છતાં બાકીદારૉ વેરા ભરવામાં ગલ્લાં – તલ્લાં કરતા હૉય જેથી ચીફ ઓફિસરે જેમની મૉટી રકમૉ બાકી છે તેવા આસામીઑ સામે કડકાઇથી કામ લેવાના આદેશૉ જારી કર્યો છે .
જેમની પાસે મૉટી રકમૉ વેરાઑ પેઠે ધણા વરસૉથી ખેંચાઇ રહી છે તેવા બાકીદારૉ ને કડક ચતવણી રૂપે નૉટીસૉ ઇસ્યૂ કરી છે અને નિયત સમય એટલે કે 31 મી માર્ચ 2018 સુધીમાં બાકી વેરાઑ ની રકમ નહી ભરવામાં આવે તૉ તેમના ધર સામે બુંગીયા ઢૉલ વગાડી વેરાઑની યાદી આપવી તથા નળ કનેકશન રદ કરવા સુધી ની કાર્યવાહી કરવા ટેકસ અધિકારી તથા ચીફ ઑફિસરે આદેશ જારી કર્યો છે અને 31 મી માર્ચ સુધીમાં પૉતાના બાકી રહેતા વેરાઑ ભરપાઈ કરી સહયૉગ આપવા જણાવ્યું છે….