બુટલેગર મારામારી અને જુગારમાં સંડોવાયેલાં 12 ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી
વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022ને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજકોટ જિલ્લમાં મતદાન પ્રક્રિયા મુક્ત અને ન્યાયીક રીતે કોઈપણ પ્રકારના ભય વગર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ 12 ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં અસામાજિક પ્રવૃર્તીઓ ડામવા માટે કલેકટર દ્વારા બહારથી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરતા હોઈ તેવા 8 બુટલેગરો, મારામારી કરી સમાજમાં ભય ફેલાવતા 3 વ્યક્તિઓ તેમજ જુગારનો અડ્ડો ચલાવતા એક વ્યક્તિ સહીત કુલ 12 ઈસમો વિરુદ્ધ પાસા લાગુ પાડી તેઓને સજાના હુકમ કરવામાં આવ્યા છે.