અંતર નહીં જાળવનારા વેપારીઓ અને છુટક ધંધાર્થીઓ સામે કાર્યવાહી
જામનગર શહેર જીલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ આગળ વધતું જાય છે. આ ગતી પર બ્રેક લગાવવા સરકાર દ્વારા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જે નિયમોના પાલન કરવામાં બેદરકાર રહેલ નાગરિકો સામે પોલીસ છેલ્લા ઘણા સમયથી કડક બની કાર્યવાહી કરી રહી છે. ગઈ કાલે પણ શહેર-જીલ્લામાં પોલીસે કોરોનાના જાહેરનામાં પાળવામાં બેદરકારી દાખવનારા સંખ્યાબંધ સખ્સો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરી હતી.સીટી એ ડીવીજન પોલીસે દિપક ટોકીઝ પાસેથી ક્રીષ્ના સામજીભાઇ ગોદાળીયા, શાક માર્કેટ પાસેથી હસનરઝા અબ્દુલમજીદ લસ્કરી, ભરતભાઇ હંસરાજભાઇ ચંદનાણી અને માંડવી ટાવર રોડ, સેન્ટ્રલ બેંન્ક પાસેથી અશરફભાઇ નુરમામદ સતીયા, મહમદહુસેન અબ્દુલસપુર ધાણીવાલા સામે જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.જયારે સીટી બી ડીવીજન પોલીસે જી.જી.હોસ્પીટલની સામે કરીયાણાની દુકાનના માલિક લલીતભાઇ પરશોતમભાઇ તન્નાએ દુકાનમાં ભીડ ભેગી કરી જાહેરનામાંનો ભંગ કરતા તેની સામે ધી એપેડેમીક ડીસીઝ એકટ 1897 ની કલમ 3 તથા આઈ.પી.સી. કલમ 188, 270 તથા ગુજરાત પોલીસ અધીનિયમન 1951 ની કલમ 139 તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 ની કલમ 51બી મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે અંબર ચોકડી પાસે જાહેરમાં મકબુલ અલી મહમદ બસર, ડી.કે.વી.સર્ક્લ પાસેથી અસ્લમભાઈ અહેમદભાઈ સફીયા અને હાસમભાઈ ખમુભાઈ સફીયા સામે તથા અંબર ચોકડી પાસેથી જીતુભાઇ શંકરલાલ અંણકીયા, નીલેશભાઇ ભનુભાઇ મકવાણા, રમીજભાઇ રસીદભાઇ ફુલગબોલ મલેક, પરેશભાઇ કીશોરભાઇ પરમાર સામે તેમજ હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસેથી વસીમભાઈ સબીરભાઈ બુખારીએ બીનજરૂરી જાહેરમા નિકળી કર્ફયુ ભંગ કર્યો હોવાનું સામે આવતા પોલીસે ધી એપેડેમીક ડીસીઝ એકટ 1897 ની કલમ 3 તથા આઈ.પી.સી. કલમ 188, 270 તથા ગુજરાત પોલીસ અધીનિયમન 1951 ની કલમ 139 તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 ની કલમ 51બી મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
અંબર ટોકીઝની બાજુની ગલીમા પાન મસાલાની કેબીન વાળો ઘર્મેન્દ્ર્સિંહ રણજીતસિંહ ગોહીલએ જાહેરનામાની જાણ હોવા છતા પોતાની પાન મસાલાની કેબીન પર માણસોની ભીડ ભેગી કરી મળી આવ્યો હતો. જયારે નાગનાથ સર્કલ પાસેથી પ્રતીકભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ, કુમાર રતીલાલ પરમાર નામના સખ્સોએ પોતાની કેબીન પર ભીડ એકત્ર કરતા બંને સામે ધી એપેડેમીક ડીસીઝ એકટ 1897ની કલમ 3 તથા આઈ.પી.સી. કલમ 188, 270 તથા ગુજરાત પોલીસ અધીનિયમન 1951 ની કલમ 139 તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 ની કલમ 51બી મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
અંબર ચોકડીપાસે પાનની કેબીન ધરાવતા ઇમરાનભાઇ મહમદભાઇ સમા સામે પણ ઉપરોક્ત ધારાઓ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે સીટી સી ડીવીજન પોલીસે ઉધ્યોનગર એસોસીએશન ચોકડી પાસે જાહેર રોડ પરથી નયન હેમંતભાઇ ગોરી, ભાવીન હેમંતભાઇ ગોરી અને દિગ્જામ સર્કલ જાહેર રોડ પર જાહેરમાથી દિપુલ શંશીકાનભાઇ નાગડા, રણજીતનગર જાહેર રોડ પર જાહેરમાથી પારસભાઇ મહેશભાઇ ભટ નામના સખ્સોને આંતરી લઇ તેઓની સામે જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.