કુલપતિએ પુરાવાઓની ચકાસણી કરીને પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓને સજા ફટકારી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન કોપીકેસમાં પકડાયેલા વિદ્યાર્થી સામે હિયરીંગ પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગન ૨૩૦ વિદ્યાર્થીઓનુય હિયરીંગ કરવામાં આવ્યું હતુ જેમાં ગઈકાલે ૪ કેસની સુનાવણી બાકી રાખવામાં આવી હતી પરીક્ષા ચોરીમાં ગંભીર ભૂલ આચરનાર સામે વધારાની સજા ફટકારવામાં આવે છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આ ચારેય વિદ્યાર્થીઓ સામે ૩ થી૯ પરીક્ષાઓ રદ કરતી સજા ફટકારવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગત માર્ચમં બી.એ.સેમેસ્ટર ૬ની પરીક્ષા લેવામા આવી હતી જેમાં ૪ વિદ્યાર્થી જુદા જુદા ગુનામાં પકડાયા હતા. તેમાં લલીત નામના ડમી વિદ્યાર્થી બેસાડવાનાં આરોપમાં આઠ પરીક્ષા રદ કરવામાં આવી હતી બીજા કિસ્સામાં બિલખાનો ધ્રુવ અશાકે નામનો છાત્ર પરીક્ષશ હોલમાંથી ઉતરવહી લઈને નાસી છૂટયો હતો તેને એક વતા છ એમ સાત પરીક્ષા રદ કરવામાં આવી હતી.આ ઉપરાંત કોડીનારના રમેશ બાંભણીયાની કુલ ૮ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને કોડીનારનાં અન્ય કિસ્સામાં મહેન્દ્ર મુળજીની ત્રણ પરીક્ષા રદ કરવામાં આવી હતી. સુત્રના જણાવ્યા અનુસાર દર વર્ષે ચોરી ના તેમજ કોપીકેસ અને અન્ય ગુનાઓનાં વિદ્યાર્થીઓ સામે આવતા હોય છે. ત્યારે આવા બધા વિદ્યાર્થીઓ સામે કડક પગલા લેવામાં આવશે. અને ગેરશિસ્ત ચલાવી લેવામાં નહી આવે.