- 13 બાકીદારોને સ્ટેમ્પ ડયુટી ભરવા નોટિસ: બાકીની રકમ વસુલવા તંત્રની તાકીદ
સુરેન્દ્રનગર જીલ્લામાં અનેક મિલકતદારો સરકારી નિયમ મુજબ સ્ટેમ્પ ડ્યુટી ન ભરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેમાં સ્ટેમ્પ ડ્યુટી વસુલ કરવા તંત્રની સુચના અને નોટીસો આપવા છતા અમુક મિલ્કતદારો દ્વારા ખુટતી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં ન આવતા તંત્ર દ્વારા આવા બાકીદારો સામે કડક કાર્યવાહી કરી નિયમ મુજબ મિલ્કતની જાહેર હરાજી કરી બાકીની લેણી રકમ વસુલ કરવાની નોટીસ બાકીદારોને ફટકારવાની કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં મિલ્કતદારો દ્વારા સરકારી નિયમ મુજબ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે પરંતુ તેમ છતાંય અમુક મિલ્કતદારો સરકારી નિયમોને નેવે મુકી પોતાની મનમાની કરી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરતા નથી ત્યારે તાજેતરમાં સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રના નાયબ કલેકટર દ્વારા નોટીસો પાઠવવા છતાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ ન કરનાર 13 જેટલા બાકીદારે સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મીલેનીયમ એગ્રો એન્ડ ઈન્ફાસ્ટ્રક્ચર પ્રા.લી તેના વતી અને તરફથી તેના ડીરેક્ટર ધીરેનભાઈ ગાલા રહે.મુંબઈ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી રૂા. 3,42,998 હરપાલસિંહ બહાદુરસિંહ ઝાલા તથા વિગેરે-4 રહે. મોટી માલવણ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી રૂા.1,62, 176 હરપાલસિંહ બહાદુરસિંહ ઝાલા તથા વિગેરે-4 રહે. મોટી માલવણ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી રૂા. 3,11,067 કાનાભાઈ બોધાભાઈ રહે.રતનપર ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી રૂા.1,55,356 ભરવાડ મેલાભાઈ નારણભાઈ તથા વિગેરે-1 રહે.શીયાણી સહિત અન્યોને પણ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી રૂા.1,27,172 મળી કુલ રૂા. 27,34,553 વસુલવા અંગે આગામી દિવસોમાં બાકીદારને નોટીસ ફટકારવાની કાર્યવાહી હાથધરવામાં આવતા બાકીદારોમાં દોડધામ મચી જવા પામી છે.