ચોમાસમાં તુટેલા રસ્તાઓ રીપેર કરવા યુઘ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો
ચોમાસામાં ભારે વરસાદથી રાજકોટના ખુબ મોટા પ્રમાણમાં જાહેર માર્ગો અને રસ્તાઓ તૂટી ગયા છે. અને ખુબ ખરાબ રીતે ગાબડા પડયા છે જેને લીધે શહેરીજનોને ખુબ હાલાકી ભોગવી પડે છે અને અકસ્માતનો ભોગ બની જાનહાની થાય તેવી સંભાવનાઓ જણાઇ રહી છે. આ રસ્તા તાત્કાલીક અસરથી રીપેર કરાવી અને રોડ નવેસરથી બનાવીએ તેમજ જયાં ખાડા પડી ગયા છે તેનું સમારકામ કરાવવાની માંગ સાથે વોર્ડ નં. 7 ના ભાજપના કોર્પોરેટર ડો. નેહલભાઇ શુકલએ મ્યુનિસીપલ કમિશ્નરને પત્ર લખ્યો છે.
તેઓએ ઉમેર્યુ હતું કે દુ:ખદ વાત એ પણ આવી છે કે લોકો ધાર્મિક ઉત્સવોના ઉજવણીના ઉત્સાહમાં રોડ પર મંડપ સર્વીસના ખાડાઓ કરી નાખે છે જેને લીધે પણ બિસ્માર રસ્તાઓ વધારે ખરાબ થાય છે આથી મંડપ સર્વિસ વાળા કોન્ટ્રાકટરોને કડક તાકીદ કરવી જોઇએ કે કોઇપણ સંજોગોમાં સીધો રોડના ખોદે પાયા નાખવા માટે બોકસ બનાવી તેમાં પાયા નાંખે.
જાહેર માર્ગમાં કેટલા ખાડા પડયા છે અને કેટલા પ્રમાણમાં પડયા છે તેનો સર્વે કરાવી અને જો વધારે મરામત ખર્ચ હોય તો સરકારમાં પણ સહાય તાત્કાલીક માંગી લેવી જોઇએ. ઉપરોકત વિગતો તાત્કાલીક ઘ્યાનમાં લઇ ઘટતું કરવાની માંગણી કરે છે.