શરીરમાં ખાસ પ્રેગ્નેન્સી દરમિયાન જ્યારે શરીર વધ્યુ હોય અને ચામડી ખેંચાણી હોય તેવા સમયે પ્રેગ્નેન્સી પછી મોટભાગની મહિલાઓને પેટાના ભાગે, થાઇના ભાગે અને પૃષ્ઠના ભાગે લાલ કે સફેદ રંગનાં સ્ટ્રેચ માર્કસની પરેશાની સતાવતી હોય છે જેને દૂર કરવા જો સર્જરી કરાવવા જાય તો તે ખૂબ જ મોંઘી પડે છે પરંતુ જો તેને પ્રાકૃતિક રીતે દૂર કરવા હોય તો તેવા કેટલાંક તેલ છે જેનો નિયમિત ઉપયોગ આ સ્ટ્રેચમાર્કસથી છૂટકારો અપાવે છે.
તો આ રહ્યા તેવા ૧૦ મહત્વનાં તેલ જેનો ઉપયોગ સ્ટ્રેચમાર્કસને દૂર કરવા માટે કરી શકાય છે.
– હેલિચીસમ તેલ….
સામાન્યરીતે આ તેલ લાંબો સમય સુધી ટકી રહે છે તેમજ આ તેલ સુંગધીદાર લીલા પાંડદાનાં છોડમાંથી બનાવવામાં આવે છે. જેની સુવાસ મધ જેવી મધુર હોય છે. મુખ્યત્વે આ તેલ બ્લડ સર્કયુલેશનમાં વધારો કરે છે જેનાથી ચામડીને વધુ ફાયદો થાય છે.
બારમાસીનું તેલ….
જેને સેજ ઓઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્યત્વે આ તેલ પ્રેગ્નેન્ટ સ્ત્રીને ખૂબ ઉપયોગી નીવડે છે જે બારમાસીના છોડમાંથી બને છે જે સ્કીનને હીલ કરવામાં ખૂબ મદદરુપ થાય છે.
– ટોપરાનું તેલ….
ટોપરાનું તેલ સ્ટે્રચમાર્કને ઓછા કરવામાં મદદરુપ થાય છે. આ ઉ૫રાંત તે સ્કીનની ક્વોલીટીને વધારે છે. ચામડીના સેલને બનાવે છે તેમજ સ્કીન ઇન્ફેક્સનને દૂર કરવામાં પણ અસકારક સાબિત થાય છે.
– જીલેટીન….
કોલેજનથી ભરપૂર એવું જીલેટીન લગાવવાથી સ્ટ્રેચમાર્કસની સંભાવના દૂર થાય છે તેમજ સ્ટ્રેચમાર્કસ થયેલાં હોય તો તેને પણ દૂર કરે છે.
– એલોવેરા…..
ચામડીને દરેક રીતે અનુકુળ બનાવવામાં એલેવોરા ખૂબ જ ઉપયોગી છે. એ કુદરતી મોશ્ર્ચરાઇઝર હોવાની સાથે-સાથે તેમાં રહેલા વીટામીન્સ શરીર માટે ખૂબ સારા છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું એલોવેરાનું પ્રાકૃતિક સ્વરુપનો ઉપયોગ કરવો…..
– લવન્ડર તેલ…..
સ્ક્રીન માટે એક ટોનીક માટે ખૂબ મહત્વનું છે આ લવન્ડર ઓઇલે. જેનો ખાસ ઉપયોગ સ્ટ્રેચમાર્ક રીમુવલ ક્રિમ અને સ્કિન ક્રિમ બનાવવા માટે થાય છે.
-એરંડાનું તેલ…..
કેસ્ટ ઓઇલ એટલે કે એરંડીયુ આપણા સ્વાસ્થ્ય અને સ્કિન માટે ખૂબ લાભદાઇ છે. જે ચામડીની કરચલીઓને પણ દૂર કરે છે. આ સાથે-સાથે જ એ બેસ્ટ નેચરલ તત્વ છે જેના દ્વારા સ્ટ્રેચમાર્કસને દૂર કરી શકાય છે. આર્યુવેદ અને હોમીયોપેથીમાં પણ જેનું ખૂબ મહત્વ છે. જેને ડાયરેક્ટ પણ લગાડી શકાય છે અને બદામનાં તેલ સાથે મિક્સ કરીને પણ લગાવી શકાય છે.
– કોકોઆ બટર અને વીટામીન –E
કોકોઆ બટર અને વીટામીન-E ને મિક્સ કરી લગાવવાથી સ્ટ્રેચમાર્કસને દૂર કરી શકાય છે.
– ગુલાબનું તેલ…
ચામડીનાં સ્ટ્રેચ અને ઇલાસ્ટીસીટીને વધારવા ગુલાબના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જે ચીંકણુ કે ચીપચીંયું પણ નથી હોતું. તેમાં રહેલું વિટામિન Aનું તત્વ ચામડીનાં સ્વાસ્થ્યને ઝડપથી સુધારે છે.
– નેરોલી તેલ….
સંતરાનાં ફૂલોમાંથી નેરોલી તેલ બનાવવામાં આવે છે. જે રુખી ત્વચા અને સ્ટ્રેચમાર્કને રીપેર કરમાં ફાયદારુપ છે.