- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ચાવડા લાભુ દ્વારા ભવન અધ્યક્ષ પ્રો. ડો.યોગેશ જોગસણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં મનોભાર અને કુટુંબ પ્રત્યેના મનોવલણનો અભ્યાસ કર્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચાવડા લાભુ દ્વારા ભવન અધ્યક્ષ પ્રો. ડો.યોગેશ એ જોગસણ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં મનોભાર અને કુટુંબ પ્રત્યેના મનોવલણનો અભ્યાસ કર્યો છે.પ્રસ્તુત સંશોધન વિદ્યાર્થીઓમાં મનોભાર અંગે ઘણા અભ્યાસો થયેલા જોવા મળે છે પરંતુ મોટાભાગના અભ્યાસો એકાંગી સ્વરૂપના જોવા મળે છે અને કાતો માત્ર તે વિદ્યાર્થીઓમાં મનોભાર ઉપર જ થયેલા હોય છે કે પછી અન્ય પરિબળોને સાંકળીને તેના અને કુટુંબ પ્રત્યેના મનોવલણ સંબંધને જાળવવા માટે હાથ ધરવામાં આવે છે વાસ્તવિક જીવનમાં સંશોધનમાં ખરા અર્થમાં ઉપયોગ કરવો હોય તો એકાંગી અભ્યાસોને બદલે સાર્વાંગી અભ્યાસો કરવા જરૂરી છે એટલે કે અભ્યાસને માત્ર એકાદ પરિબળ સુધી મર્યાદિત ન રાખતા સંબંધિત છે કે કેમ? તે તેમની વચ્ચે સંબંધ છે તેવી માહિતી મેળવવીએ તો જ વધારે ઉપયોગી બની શકે તેથી અહીં આ બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મનોભાર અને કુટુંબ પ્રત્યે મનોવલણનો સંબંધ જોડવા માટે પ્રસ્તુત સંશોધનનું આયોજન કરવામાં આવ્યું છે.
મનોભાર એટલે શું?
મનોભર એ એવો ખ્યાલ છે જેનો અનુભવ વ્યક્તિએ જીવનના કોઈને કોઈ તબક્કે કર્યો હોય છે આજના સ્પર્ધાત્મક યુગમાં દોડધામ ભરી જિંદગીમાં મોટાભાગના લોકો તેનો અનુભવ કરે છે આપણી જીવનશૈલી આપણા ઉપર જ પણ પડકારો કે ભય ઉભો કરે છે એને પહોંચી વળવા માટે આપણું શરીર અને મગજ જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે એને મનોભાર કહે છે.
મનોવલણ એટલે શું?
પ્રત્યેક સમાજમાં વિવિધ રિવાજો, મૂલ્યો ,આદર્શ, વિચારસરણી વગેરે કારણે વ્યક્તિઓના વલણમાં પરિવર્તન આવે છે મનોવલણ માં આવેલા પરિવર્તનના કારણે માનવ મૂલ્યો અને ધ્યેયો બદલાય છે મનોવલણ એ મનોશારીરિક વર્તનની માનસિકતા કરતા છે મનોવલણ માનવીના વર્તન કે પ્રતિક્રિયાને દિશા અને દોરવણી આપે છે દરેક માનવીના વલણો જુદા જુદા હોવાથી દરેક વ્યક્તિઓની પ્રતિક્રિયાઓ પણ જુદી જુદી હોય છે.
સંશોધનની સમાજમાં ઉપયોગીતા
પ્રસ્તુત સંશોધન એ જાતિ અને રહેઠાણ વિસ્તાર પરિવર્તનના સંબંધમાં વિદ્યાર્થીઓમાં મનોભાર અને કુટુંબ પ્રત્યે મનોવલણ અંગેનો સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોમાં મનોભાર સારું જોવા મળ્યું હતું અને શહેરી વિસ્તારમાં રહેતી યુવતીઓમાં કુટુંબ પ્રત્યે મનોવલણ વધુ જોવા મળ્યું હતું જાતિ અને રહેઠાણ વિસ્તાર પરિવર્તીઓના સંદર્ભમાં વિદ્યાર્થી મનોભાર અને કુટુંબ પ્રત્યે મનોવલણમાં નહીવત તફાવત જોવા મળ્યો હતો.
સંશોધનના તારણો
અહીં જાતિ અને રહેઠાણ વિસ્તાર પરિવર્તીઓના સંદર્ભમાં શહેરી યુવકોમાં વિદ્યાર્થી મનોભાર વધુ જોવા મળે છે . શહેરી જનોને ભાગદોડ ભરી જિંદગીને કારણે મનોભાર વધુ હોય શકે છે.
અહીં યુવકો અને યુવતીઓના સંદર્ભમાં યુવતીઓમાં કુટુંબ પ્રત્યે મનોવલણ વધારે જોવા મળે છે જેનું શક્ય કારણ હોઈ શકે કે યુવતીઓને નાનપણથી જ એ રીતે ઉછેર કરવામાં આવે છે દરેક બાબતમાં મનોવલણ સાધવાનું શીખવવામાં આવે છે જ્યારે યુવાનોને મનોવલણની બાબતે વધારે પડતું ધ્યાન આપવામાં આવતું નથી આથી યુવતીઓનું મનોવલણ સારું જોવા મળે છે. યુવતીઓ માં સ્ટ્રેસનું પ્રમાણ યુવાનોની તુલનામાં વધુ જોવા મળે છે.