એક મેદસ્વી વ્યક્તિનું જીવન ઘણી રીતે સીમિત બનતું જાય છે, જે તેને વધારાનો સ્ટ્રેસ આપે છે. ક્યારેક આવી વ્યક્તિ ડિપ્રેશનમાં પણ ચાલી જાય છે. સ્ટ્રેસ આ રીતે વ્યક્તિને ઓબેસિટી તરફ ધકેલે છે.

સ્ટ્રેસ અને ભૂખ :

જે વ્યક્તિ સ્ટ્રેસવાળી જિંદગી જીવતી હોય તેની લાઇફમાં કોઇ પણ બાબતમાં નિયમિતતા હોતી નથી. તેનો ખાવાપીવા કે સૂવાનો સમય નિશ્ચિત હોતો નથી. આવા લોકો દિવસમાં ક્યારેક એક વાર તો ક્યારેક ત્રણ વાર જમે છે. ક્યારેક તેઓ કલાકો સુધી ભૂખ્યા રહે છે. તેમના લંચ, ડિનર કે બ્રેકફાસ્ટના સમય નક્કી નથી હોતા અને તેની વચ્ચે ક્યારેક લાંબું અંતર હોય છે. તો ક્યારેક હોતું જ નથી. ક્યારેક સાવ ઓછું જમે છે તો ક્યારેક કલાકો સુધી ભૂખ્યા રહ્યા બાદ ઓવરઇટિંગ કરે છે. તેમની ઊંઘ પણ વ્યવસ્થિત હોતી નથી. આવા લોકો ઓબેસિટીનો શિકાર બને છે

સ્ટ્રેસ અને પેટની આસપાસ ચરબી:

જે લોકો ખૂબ સ્ટ્રેસ લે છે તે લોકો કસરત કરતા નથી. જ્યારે સ્ટ્રેસ આવે છે ત્યારે શરીર તેના રિસ્પોન્સમાં વધુ ઊર્જા માગે છે. જેના લીધે શરીરમાં સ્ટોર થયેલો ગ્લુકોઝ રિલીઝ થાય છે. હવે બેઠાડુ જીવનના લીધે આ ગ્લુકોઝ ઉપયોગ થયા વગરનો રહી જાય છે. જેના લીધે તે પેટની આસપાસના ભાગમાં સંગ્રહાય છે અને પેટની ચરબી વધતી જાય છે જે અત્યંત ખતરનાક સાબિત થાય છે. પેટની આસપાસ સંગ્રહાયેલી ચરબી બધા રોગનું મૂળ છે.

સ્ટ્રેસ અને ઇન્સ્યુલિન:

વધુ પડતા સ્ટ્રેસના કારણે શરીર વધુ માત્રામાં ઇન્સ્યુલિન રિલીઝ કરે છે. ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે શરીરમાં રહેલી સુગરને દરેક કોષ સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ ઇન્સ્યુલિનની માત્રા શરીરમાં વધી જવાી શરીર ચરબીને સ્ટોર કરે છે. શરીર ફેટ્સ બાળવા ઇચ્છે તો પણ ઇન્સ્યુલિન એ ફેટ્સ બળવા દેતું નથી, જેના કારણે ઓબેસિટી વધે છે.

સ્ટ્રેસ અને કોર્ટિસોલ:

સ્ટ્રેસમાં રહેવાી જે હોર્મોન્સ છૂટાં પડે છે તેમાં મુખ્ય છે કોર્ટિસોેલ. કોર્ટિસોેલનું પ્રમાણ શરીરમાં વધી જવાથી વ્યક્તિને ખૂબ ભૂખ લાગે છે એટલું જ નહીં સુગરનું ક્રેવિંગ પણ થાય છે.

શું કહે છે એક્સપર્ટ?

ડાયટિશિયન વિધિ દવે કહે છે કે, જે વ્યક્તિને ક્રોનિક સ્ટ્રેસ હોય તેને કોઇ પણ કામ કે એક્સરસાઇઝમાં મન લાગતું નથી, તેથી તેમની એનર્જી બળતી નથી. સ્ટ્રેસ દરમિયાન કોર્ટિસોલ હોર્મોન છૂટો પડવાના કારણે માનવશરીરમાં એપેટાઇટ ઇન્ક્રીઝ થાય છે અને તેના લીધે ગળ્યો ને ફેટી ખોરાક ખાવાનું ક્રેવિંગ થાય છે. જે વ્યક્તિને ઓબેસિટી તરફ ધકેલે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.