‘તણાવ’ એક ઘટના અથવા એક સ્થિતિથી શરૂ થાય છે, જયારે ‘ડિપ્રેશન’ એક માનસિક વિકાર છે

વર્તમાન સમયમાં બાળકથી માંડીને દરેકનું જીવન ‘ટેન્શન’ અને જોખમથી ભરેલું છે. જેના કારણે ‘ડિપ્રેશન’ અને ‘તણાવ’ શબ્દોએ માત્ર અંગ્રેજી- ગુજરાતી શબ્દ કોષોને જ ભારે નથી બનાવ્યા બલકે ભયંકર અને નુકશાનદાયી પણ બનાવ્યા છે. આપણે એવા અનેક લોકોને જોયા હશે, સાંભળ્યા હશે કે તેઓ બધાને કહે છે કે ‘હું ડિપ્રેશનમાં છું’ અથવા તો મને ડિપ્રેશન આવી ગયું છે. પ્રતિદિન અનુભવ થનાર ચિડીયાપણું અને ઉકળાટને લઇને એવું લાગે કે એવું જરુરી નથી કે તમને ડિપ્રેશન છે તેમ કહી શકાય, આવી સ્થિતિમાં ગંભીર તણાવ પણ થઇ શકે છે. વધુ પડતા લોકો આ સ્થિતિને એક જ માને છે, પણ અહીં એ જણાવવાનું કે આ બન્ને પરસ્પર બહુ જ અલગ અલગ હોય છે. અને તેની આપણી જીંદગી અને મન પર વિવિધ પ્રકારે ખુબ જ ઉંડો પ્રભાવ પડે છે. તો ચાલો આજે આપણે આ બન્ને વચ્ચેનો તફાવત શું છે અને તેની ઓળખ કેવી રીતે કરી શકાય છે.

અત્રેએ ઉલ્લેખનીય છે કે આ બન્ને પરેશાનીઓની સમસ્યાઓ એક જેવી જ હોય છે અને તેથી જ આ બન્ને વચ્ચેનું અંતર પણ સમજવું મુશ્કેલ છે.

લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલા બદલાવ કરવા અથવા તેનો સામનો કરવાથી તણાવના લક્ષણોથી રાહત મળી શકે છે પરંતુ ડિપ્રેશનથી રાહત મેળવવા માટે જે તે વ્યકિતને ડોકટરની મદદની જરુર પડી શકે છે. તણાવ એક ઘટના અથવા એક સ્થિતિથી શરૂ  થાય છે. જયારે ડિપ્રેશન એક માનસિક વિકાર છે. જે દિમાગને કામ કરવાના ઉપાયોને પ્રભાવિત કરે છે. ડિપ્રેશન કોઇ આનુવાંશિક ગડબડના કારણે પણ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.