ગિરનાર મહાતીર્થના આંગણે પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં ચાલતા ધર્મ જ્ઞાન યજ્ઞમાં હજારોને જ્ઞાન બોધનો લાભ

ગિરનાર મહાતીર્થની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસૂરિજી મહારાજ અને પૂ. પંન્યાસવર પદ્મદર્શન વિજયજી મ.ની પાવન નિશ્રામાં કાર્યક્રમોની હારમાળા ચાલી રહી છે. ‘સંગઠનમાં શકિત અને વિઘટનમાં વિનાશ’ એ વિષય ઉપર પ્રવચન પ્રસાદી પાઠવતાં પૂ. પંત્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે કહ્યું હતું કે, કુટુંબ પરિવાર, સમાજ અને રાષ્ટ્રને કેટલાક વિઘ્વસંતોષીઓએ ખોખલું બનાવવાના નિરર્થક પ્રયત્નો આદર્યા છે. આજના કાળની ભારે કરુણ વાસ્તવિકતા એ છે કે સજજન એકલો છે, દુર્જનો સંગઠીત છે. સજજન નિષ્ક્રિય છે, દુર્જનો સક્રિય છે. સજજનની ટાંગ ખેંચનારા ઘણાં છે. દુર્જનોને સાથ અને હાથ આપનાર ઓછા નથી.

આગ લાગે ત્યારે ત્યાં ઉભેલા લોકોને વિડીયો લેવામાં કે ફોટો પાડવામાં રસ હોય છે, આગ બુઝવવામાં નહીં. લાગણી હીનતા નામના રાક્ષસે ભારે હાહાકાર સર્જયો છે. એટલા બધા લાગણીશીલ કયારેય નથી બનવાનું કે બીજાનું વર્તન આપણાને આઘાત આપનારું બની રહે અને એટલા બધા લાગણી હીન પણ આપણે કયારેય નથી બનવાનું કે આપણું વર્તન બીજાને આઘાત આપનારું બની રહે.

આગ લાગે ત્યારે ભલે બધા ભાગી જાય પણ બંબાવાળાઓ એ ત્યાં પહોચવું જ જોઇએ, ટકવું જ જોઇએ અને આગને બુઝવી નાખવાના શકય તમામ પ્રયાસો કરતાં જ રહેવું જોઇએ. અત્યારે સંઘષો અને સંકલેશોની આગમાં પેટ્રોલ  છાંટનાર વર્ગ વઘ્યો છે. જયારે પાણી નાખનાર વર્ગ અન્ડર ગ્રાઉન્ડ થઇ ગયો છે. દુર્યોધન અને દુ:શાસનની સેવા જોરમાં છે. અને યુધિષ્ઠિકરની સેના હાંસિયામાં ધકેલાઇ છે. રાષ્ટ્રદ્રોહી, સંસ્કૃતિ દ્રોહી, તીર્થદ્રોહી, ધર્મદ્રોહી અને સમાજ દ્રોહી લોકો અંદરો અંદર લડાવી મારવાના ધંધા કરી રહ્યા છે.

આપણી લાગણી સાથે ચેડા કરનર વર્ગને શબક શીખવાડવાનો સમાય પાકી ગયો છે. સર્વ ધર્મ પ્રત્યે સ્નેહભાવ રાખવાનો છે. એના બદલે જાતિવાદ, પક્ષવાદમાં ભેદ પડાવનાર વર્ગને ઓળખી લેવાની જરુર છે. મૈત્રીભાવના માંચડાને તોડી નાંખવારને સજા થવી જોઇએ.

દર્જનરુપી ગીધડાઓને ફાવવા ન દેવા જોઇએ. ભારતીય પ્રજા શકિતમાન અને સત્વશાળી છે. અંદરો અંદરની યાદવા સ્થળીના પાપે શકિત અને સત્વ હણાયા છે. નહીં તો પડોશી દેશોની શું ઔકાત છે કે ભારત દેશની સામે આંખ કે આંગળી કરી શકે? દુર્જન જો સજજન બની જાય તો સારું છે પણ એ દુર્જનો જો દુષ્ટતા છોડવા તૈયાર ન જ હોય તો સજજનો મતભેદો ભૂલીને સંગઠીત બની જાય અને સંગઠીત સજજનો સક્રિય બની જાય તો વિશ્ર્વની મહાસત્તાઓ રાષ્ટ્ર, સંસ્કૃતિક, ધર્મને હંફાવી નહીં શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.