કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ત્રીજા તબક્કામાં તા.૧૭ મે સુધી લોકડાઉન અમલમાં મુકાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે વહીવટી તંત્ર અને આરોગ્ય શાખાની ટીમ દ્રારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
પોલીસ તંત્ર જિલ્લાભરમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવવામાં કટીબધ્ધ છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે કોડીનાર નગરપાલીકા દ્રારા શેરીઓ સેનેટાઈઝ કરવામાં આવી હતી. નગરપાલીકાના સભ્યશ્રી પ્રકાશભાઈની સુચના અનુસાર કોડીનાર શહેરી વિસ્તારમાં આવેલ સત્યમ સોસાયટી અને ભગીરથ સોસાયટીના તમામ રોડ, શેરીઓ અને ગરબી ચોકમાં સ્પ્રેથી સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા નગરપાલીકા દ્રારા લોકહિતાર્થે કામગીરી કરવામાં આવી હતી.